- મલાક્કાની ખાડીથી થઈને હિંદ મહાસાગરમાં ઘૂસ્યા ચીની જહાજ
- ભારતીય નેવીના પેટ્રોલિંગ વિમાને ચીનના જહાજોની ગતિવિધિઓને પકડી
- ચીનના યુદ્ધજહાજની તસવીર પી-81 મેરીટાઈમ સર્વિલાન્સ એરક્રાફ્ટે લીધી છે
હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી વચ્ચે ઈન્ડિયન નેવીએ ભારતીય જળસીમાની નજીક ચીનના યુદ્ધજહાજ અને સબમરીનની ભાળ મળી છે. ઈન્ડિયા ટુડેએ ભારતીય જળસીમાની નજીક પેટ્રોલિંગ કરી રહેલા યુદ્ધજહાજ અને પરમાણુ સબમરીનનો પત્તો લગાવ્યો છે. ઈન્ડિયન નેવીના સર્વિલાન્સ એરક્રાફ્ટે આ પેટ્રોલિંગ દરમિયાન યુદ્ધજહાજની તસવીર લીધી છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય જળ સીમાની નજીકથી પસાર થનારા તમામ વ્યવસાયિક અને યુદ્ધજહાજોનું ભારતીય નૌસેના દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે.
ઈન્ડિયા ટુડેને ચીનના એમ્ફિબિયસ યુદ્ધજહાજ શિયાન અને મિસાઈલ ફ્રિગેટની તસવીર હાથ લાગી છે. આ તસવીર પી-81 મેરીટાઈમ સર્વિલાન્સ એરક્રાફ્ટે લીધી છે. તસવીર ઘણી ઊંચાઈએથી લેવામાં આવી છે, જ્યારે એરક્રાફ્ટ હિંદ મહાસાગરમાં પેટ્રોલિંગ માટે તેનાત હતું.
હિંદ મહાસાગરમાં પ્રવેશ કરનારા તમામ યુદ્ધજહાજો પર ભારતીય નેવી ઝીણવટભરી નજર રાખી રહ્યું છે, કારણ કે આ જળક્ષેત્રમાં ભારતનો દબદબો છે. નૌસેનાના પેટ્રોલિંગ વિમાને ચીની યુદ્ધજહાજ સિવાય એક પરમાણુ સબમરીનને પણ ટ્રેક કરી છે.
રિપોર્ટ પ્રમાણે, મલાક્કા ખાડીના માર્ગે હિંદ મહાસાગરમાં ચીની યુદ્ધજહાજોના ઘૂસ્યાના તુરંત બાદ નૌસેનાએ મોનિટરિંગ વધારી દીધું અને સંબંધિત સંરક્ષણના સંબંધિત વિભાગોને માહિતગાર પણ કરી દીધું.