આજે રામનગરી અયોધ્યા દીપોત્સવથી દીપી ઉઠશે, 5.51 લાખ દીવા પ્રગટાવી બનશે વિશ્વ રેકોર્ડ
- અયોધ્યામાં આજે ‘દીપોત્સવ’
- 5.51 લાખ દીવડા પ્રગટાવી બનશે વર્લ્ડ રેકોર્ડ
- સીએમ રામલલાના દરબારમાં પ્રથમ દીવો પ્રગટાવશે
અયોધ્યા: સમગ્ર ભારતમાં દિવાળીને લઈને હંમેશા એક અલગ જ માહોલ હોય છે પરંતુ આ બધામાં જો વાત કરવામાં આવે અયોધ્યાની તો ત્યાં તો દિવાળી એટલે કે ભગવાન શ્રી રામનું મહેલમાં પરત આવવુ. અયોધ્યામાં દિવાળીનો એક અલગ જ માહોલ જોવા મળતો હોય છે અને આ વખતે પણ આ પ્રકારની તૈયારી કરવામાં આવી છે,.
રામ મંદિર અંગેના નિર્ણય બાદ પ્રથમ દિવાળીની ઉજવણી કરનારી રામનગરી સંપૂર્ણ રીતે ઝગમગી ઉઠી છે. સમગ્ર અયોધ્યાની કલ્પના સાચી થતી જોવા મળી રહી છે. આજે મુખ્ય દીપોત્સવ પર રામ કી પૈડી 5.51 લાખ દીવડાઓ સાથે અયોધ્યાની ભવ્યતા બતાવશે.
દીપોત્સવની શરૂઆત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલાના દરબારમાં પ્રથમ દીવો પ્રગટાવીને કરશે. ગયા વર્ષે રામ કી પૈડી ખાતે ચાર લાખ ચાર હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. 14 મંદિરોમાં પણ 54 હજાર દીવા પ્રગટાવવામાં આવશે.
દીપોત્સવની ભવ્યતા કેવી હશે, તેની ઝલક ગુરુવારે જ જોવા મળી, જયારે 791 પૈરાણિક સ્થળો સહીત ઘરો-ઓફિસોમાં પ્રગટાવવામાં આવેલા લાખો દીવડાઓથી શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું.
_Devanshi