- છત્તીસગઢના સીએમ અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત
- નક્સલવાદની સમસ્યા પર થઈ ચર્ચા
નવી દિલ્હી-: છત્તીસગના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ મંગળવારના રોજ રાજ્યમાં વધી રહેલા નક્સલવાદની સમસ્યા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ ઉપરાંત રોજગાર અને વિકાસના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલએ ગૃહ મંત્રીને સમસ્યા વિશે જણાવતા કહ્યું કે, બસ્તર ક્ષેત્રમાં લોખંડની માત્રા પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો બસ્તરમાં સ્થાપિત કરવામાં આવેલા સ્ટીલ પ્લાન્ટ્સને 30 ટકા ડિસ્કાઉન્ટ પર લોખંડની પ્રાપ્યતા ઉપલબ્ધ કરાવવામાં આવે તો સેંકડો કરોડનું રોકાણ થશે અને હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઉત્પન્ન થશે.
આ સાથે જ વાતચીત દરમિયાન મુખ્યમત્રાએ શાહને એ પણ જણાવ્યું હતું કે, કઠીન ભૌગોલિક વિસ્તારોના કારણે અત્યાર સુધી મોટા ભાગમાં વીજળી ગ્રીડ સુધી પહોંચી નથી. મોટી સંખ્યામાં સોલર પાવર પ્લાન્ટ્સની સ્થાપનાથી જ લોકોની ઊર્જા જરૂરિયાતો અને તેમના આર્થિક વિકાસને પહોંચી વળવાનું શક્ય બનશે.
તેમણે વન વિસ્તારોમાં નાના જંગલ પેદાશો, જંગલની ઔષધિઓ અને અનેક પ્રકારના બાગાયતી પાકની પ્રક્રિયા અને વેચાણ માટે કોલ્ડ સ્ટોર બનાવવા અનુદાન કરવા માટોનો ગ્રહ પણ કર્યો .
છત્તીસગના મુખ્યમંત્રીએ માંગ કરી હતી કે રાજ્યના બસ્તર ક્ષેત્રના સાત મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આજીવિકાના વિકાસ માટે કલેક્ટર્સને ઓછામાં ઓછા વાર્ષિક 50-50 કરોડ રૂપિયા આપવામાં આવે તેવી માગ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ બસ્તરના વિકાસ માટે એનએમડીસીનું ખાનગીકરણ નહીં કરવાની વાત કરી હતી, જેને ધ્યાનમાં લેવા ગૃહમંત્રીએ ખાતરી આપી હતી. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ આજીવિકા વિકાસ, બેંકો, રસ્તાઓ, નક્સલ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
સાહીન-