1. Home
  2. revoinews
  3. વિશ્વનું સૌથી અનોખું ઓપરેશન ચેન્નઈમાંઃ 7 વર્ષના બાળકના મોં માંથી 526 દાંત કઢાયા
વિશ્વનું સૌથી અનોખું ઓપરેશન ચેન્નઈમાંઃ 7 વર્ષના બાળકના મોં માંથી  526 દાંત કઢાયા

વિશ્વનું સૌથી અનોખું ઓપરેશન ચેન્નઈમાંઃ 7 વર્ષના બાળકના મોં માંથી 526 દાંત કઢાયા

0
Social Share

વિશ્વનું સૌથી આશ્ચર્યજનક ઓપરેશન

7વર્ષના બાળકના મોં માંથી 526 દાંત કઢાયા

આ બિમારીનું નામ  કમ્પાઉંડ કમ્પોઝિટ ઓનડોન્ટઓમ

મોબાઈલના રેડિએશનથી થાય છે  પ્રકારની બિમારી

મોબાઈલ બની શકે છે આરોગ્ય માટે ખતરનાક

બિમારીનું કારણ દરેક માટે ચિંતાનો વિષય

મોબાઈલ વપરાશકર્તા માટે ચેતવણીનું ઉદાહરણ

જો સામાન્ય રીતે તમને કોઈ સવાલ કરે કે, તમારા દાંત કેટલા છે? તો સ્વભાવિક રીતે આપણે જવાબ આપીશું, 32 કે 24, પરંતું તમને એમ કહેવામાં આવે કે એક બાળકના દાંત 500થી પણ વધુ છે! તો થશેને તમને આશ્ચર્ય ? આ વાત સાંભળીને ચોંકવાની જરુર નથી કારણ કે આ વાત તદ્દન સાચી છે.એક બાળકનું ઓપરેશન કરીને તેના મોં માંથી 526 દાંત કાઢવામાં આવ્યા છે.પણ તેનાથી પણ ચોકાવનારી વાત  526 દાંત થવાનું કારણ છે.

એક બાળકના મોં માંથી કુલ 526 દાંત કાઢવાની ઘટના ચેન્નઈની સવિતા ડેંટલ કોલેજની છે, એક સાત વર્ષના બાળકના મોં નું ઓપરેશન કરીને 526 દાંત બહાર કાઢવામાં આવ્યા છે, ડોક્ટરના કહ્યા મુજબ બાળકને કમ્પાઉંડ કમ્પોઝિટ ઓનડોન્ટઓમ નામની બિમારી હતી  જેમાં 3 વર્ષની ઉંમરમાં  બાળકના જડબા પર સોજા આવવાના શરુ થઈ ચુક્યા હતા ત્યારે તે જ સમયે તેનો ઈલાજ ન કરતા બાળકનો સોજો વધતો ગયો હતો અને તેની વધતી જતી પીડા જ્યારે અતિશય વધી ત્યારે બાળકના માતા-પિતાને તેને સવિતા ડેંટલ કૉલેજ લઈ આવ્યા હતા.

ડોક્ટરે જ્યારે  બાળકની તપાસ કરી તો તેના મોં માં એક માસપેશીની બનેલી અજીબ વસ્તું જોવા મળી હતી, આ માસપેશીમાં નાના નાના 526 દાંત હતા અને અંદાજે તેનો વજન 200 ગ્રામ જેટલો હતો જેને ડોક્ટરે 5 કલાકના ઓપરેશનની જહેમત ઉઠાવીને આ દાંતને કાઢવામાં આવ્યા હતા.

ડોક્ટરના કહ્યા મુજબ હાલ બાળકની હાલતમાં સુધારો છે પરંતુ ડોક્ટરે આમ થવા પાછળનું જે કારણ બતાવ્યું છે તે ખુબજ ભયાનક છે, સાથે સાથે સાવચેતી પણ દાખવવાની હોય છે. ડોક્ટરના કહ્યા મુજબ “આ પરિસ્થિતી મોબાઈલ ટાવરના રેડીએશનના કારણે થાય છે આ ઉપરાંત માથા પાસે મોબાઈલ રાખીને સુવાથી પણ આ બિમારી લાગુ થઈ શકે છે, સાથે સાથે જેનેટીક ડિસઓર્ડરને પણ આ બિમારી થવાનું એક કારણ બતાવ્યું છે”.

ડોક્ટરના જણાવ્યા મુજબ  “ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે જો તમને કોઈ ઘા થાય કે ઈજા થાય તો માઈક્રો રેડિએશનના કારણે આ બિમારી થવાની શક્યતાઓ રહેલી છે,મોબાઈલ અને મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિએશનના કારણે આ શક્ય બને છે ”

ચેન્નાઈના આ સમાચાર ખુબજ આશ્ચર્ય જનક છે અને લોકો માટે એક ચિંતાનો વિષય પણ છે કારણ કે આપણાને ખ્યાલ પણ નથી કે આપણે જે મોબાઈલને રોજીંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છે, જેના વગર આપણાને એક કલાક પણ ચાલતું નથી અને આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ચુક્યો છે, તે માનવ શરીરને આટલી હદ સુધી નુકશાન પણ પહોંચાડી શકે છે ,જે ખુબજ ભયાનક વાત છે જેના કારણે સાવચેતી રાખવી હિતાવહ છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code