1. Home
  2. revoinews
  3. મશહુર ગાયક લતા મંગેશકરે આજે 90વર્ષ કર્યા પુરાઃ-સંગીત ક્ષેત્રમાં અનોખુ પ્રદાન,તાજેતરમાં જ “રાષ્ટ્રની પુત્રી”થી સમ્માનિત
મશહુર ગાયક લતા મંગેશકરે આજે 90વર્ષ કર્યા પુરાઃ-સંગીત ક્ષેત્રમાં  અનોખુ  પ્રદાન,તાજેતરમાં જ “રાષ્ટ્રની પુત્રી”થી સમ્માનિત

મશહુર ગાયક લતા મંગેશકરે આજે 90વર્ષ કર્યા પુરાઃ-સંગીત ક્ષેત્રમાં અનોખુ પ્રદાન,તાજેતરમાં જ “રાષ્ટ્રની પુત્રી”થી સમ્માનિત

0
Social Share
  • મશહુર ગાયક લતા મંગેશકરનો જન્મ દિવસ
  • લતાજીના જીવનના 90 વર્ષનો સુંદર સફર
  • 91મા વર્ષમાં પ્રવેસનાર લતાજીએ સંગીતને ક અલગ ઓળખ આપી છે
  • પોતાના મધુર અવાજથી ચાહકોના દિલમાં જગા બનાવી છે
  • તાજેતરમાં પ્રધાનમંત્રીના હાથે “રાષ્ટ્રની પુત્રી”નું સમ્માન મળ્યું

આજરોજ બૉલિવૂડના ખુબજ પ્રિય અને મશહુર એવા ગાયિકા લતા મંગેશકરનો જન્મ દિવસ છે,આજે લતાજીની 90મો જન્મ દિવસ છે,સંગીત ક્ષેત્રમાં તેમણે અનોખુ પ્રદાન કર્યું છે,તેમણે અંદાજે 36 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં ગીતો ગાયા છે,અત્યાર સુધીમાં તેમણે સંગીત જગતમાં 25 હજારથી પણ વધુ ગીતો આપ્યા છે,મધુર અને કોકીલા કંઠથી જાણીતા લતાજી છેલ્લા 6 દાયકાઓથી તેમના જીવનમાં સંગીત ક્ષેત્રમાં કાર્યરત છે.

સંગીતમાં જો કોઈનું નામ મોખરે લેવામાં આવતું હોય તો તે લતાજી છે,તેમના કંઠમાં સાક્ષાર સરસ્વતીનો વાસ છે તેમ કહીએ તો પણ ખોટૂ નથી,તેમનો સુરીલો મધુર અવાજ તેમની આગવી ઓળખ છે, તેમણે અત્યાસ સુધી 3 રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે,તે ઉપરાંત 6 ફિલ્મફેર એવોર્ડ પણ તેમની કારકીર્દીમાં તેમણે મેળવ્યા છે. વર્ષ 1989મા લતાજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી અને વર્ષ 2001મા ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન “ભારત રત્ન”થી નવાજવામાં આવ્યા હતા.

લતા મંગેશકર વર્ષ 1947માં રોયલ આલ્બર્ટ હોલમાં પરફોર્મ કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા,તેમણે અત્યાર સુધીમાં સેકડો પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે ત્યારે તાજેતરમાં જ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાજપ સરકાર દ્રારા 28 સપ્ટેમ્બરના રોજ મશહુર ગાયક લતાજીને “રાષ્ટ્રની પુત્રી”ના પુરસ્કારથી સન્માન આપવામાં આવ્યું હતું.તેમને આ પુરસ્કાર સતત 6 દાયકાથી સંગીતમાં અવિરત પણે પ્રદાન કરવાના કારણે આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર આપવાના પ્રસંગે જાણીતા લોકપ્રિય કવિ-ગીતકાર પ્રસૂન જોશીએ તેમની પ્રસિદ્ધિને લીને એક સરસ ગીત પણ લખ્યું છે.

મશહુર ગાયક લતા મંગેશકરનો જીવન સફર

લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્ય પ્રેશના ઈન્દોરમાં થેયો હતો,તેમના પિતાએ માત્ર પાંચ વર્ષની  ઉંમરમાં જ સંગીતની તાલીમ અપાવવી શરૂ કરી હતી. જ્યારે લતા સાત વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર મુંબઈમાં આવી ગયો હતો,તેથી તેમનો ઉછેર મુંબઈમાં થયો છે.

વર્ષ 1942માં પિતાના અચાનક થયેલા મોતથી લતાએ પોતાના પરિવારને ચલાવવા માટે થોડા વર્ષો સુધી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યુ, જેમા મુખ્ય છે ‘મીરાબાઈ’, ‘પહેલી મંગલાગૌર’, ‘માઝે બાળ’ ‘ગંજાભાઉ’, ‘છિમુકલા સંસાર’, ‘બડી મા’, ‘જીવનયાત્રા’ અને ‘છત્રપતિ શિવાજી’.

લતાજીની મંઝિલ ગીત અને સંગીત જ હતી. બાળપણથી જ તેમને ગાવાનો શોક હતો
લતાએ ફિલ્મોમાં પાશ્વગીતની શરૂઆત 1942માં મરાઠી ફિલ્મ ‘કીતી હસાલ’ દ્વારા કરી હતી. પણ દુર્ભાગ્યની વાત છે કે આ ગીત ફિલ્મમાં લેવામાં નહોતું આવ્યુ.

સફળતાનો રસ્તો સરળ નથી હોતો. લતાજીને પણ બોલીવુડમાં કરીયરના શરૂઆતના દિવસોમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. તેમના પાતળા અવાજને કારણે શરૂઆતમાં સંગીતકાર ફિલ્મોમાં તેમને ગીત ગાવાની ના પાડી દેતા હતા. પછી 1947માં આવેલ ફિલ્મ ‘આપકી સેવા મે’માં ગાયેલ ગીતથી લતાને પહેલીવાર મોટી સફળતા મળી અને પછી ક્યારેય તેમણે તેમના કરીયરમાં પાછળ ફરીને જોયુ નથી.

વર્ષ 1949માં ગીત ‘આયેગા આને વાલા’, 1960માં ‘ઓ સજના બરખા બહાર આઈ’, 1958માં ‘આજા રે પરદેશી’, 1961માં ‘ઈતના ન તૂ મુઝસે પ્યાર બઢા’. ‘અલ્લાહ તેરો નામ.’ ‘એહસાન તેરા હોગા મુઝ પર’ અને 1965માં ‘એ સમા, સમા હૈ યે પ્યાર કા’ જેવા ગીતો સાથે તેમના પ્રશંસકો અને તેમની અવાજના ચાહકોની સંખ્યા સતત વધતી ગઈ. ત્યારથી તેઓ જ સુધી લોકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા

સુરીલો પાતળો અવાજ,કોકિલા કંઠ અને સાદુ વ્યક્તિત્વ તરીકે વિશ્વમાં જાણીતા બનેલા લતાજી આજે પણ ગીત રેકોર્ડિંગ માટે જ્યારે સ્ટુડિયોમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે  પહેલા ચંપલ ઉતારે છે અને પછી જ અંદર પ્રવેશ કરે છે.આજે 90 વર્ષે પણ લતાજી ગાવાની ક્ષમતા ધરાવે છે તે પણ તેજ મધુર સ્વર સાથે,આજે પણ તેમનો અવાજ મધુર અને સુરીલો છે,લતાજીના કહ્યા મુજબ તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી ગાતા રહેશે,ગાયિકી તેમને વારસામાં મળી છે તે વારસો તેમણે સતત જાળવી રાખ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code