સીબીઆઈએ બેંક ફ્રોડના મામલામાં વિશેષ અભિયાન હેઠળ મંગળવારે એકસાથે 18 શહેરોમાં દરોડાની કાર્યવાહી કરી છે. સીબીઆઈની ટીમ એકસાથે 50 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી રહી છે. સીબીઆઈએ બેન્ક ફ્રોડના મામલામાં વિભિન્ન કંપનીઓ, તેમના પ્રમોટરો, રોકાણકારો, ફર્મો અને બેંક અધિકારીઓ સહીત ઘણાં આરોપીઓની વિરુદ્ધ 14 મામલા નોંધ્યા છે.
જાણકારી પ્રમાણે, બેંક ફ્રોડની ફરિયાદ પર કાર્યવાહી કરતા સીબીઆઈએ મંગળવારે આખા દેશમાં દરોડાની કાર્યવાહી કરી છે. અધિકારીઓનું કહેવું છે કે દેશમાં 12 રાજ્યોમાં વિભિન્ન મામલામાં કંપનીઓના પ્રમોટર્સ અને રોકાણકારો વિરુદ્ધ એક સંયુક્ત કાર્યવાહી હઠળ એજન્સીની ટીમોએ 18 શહેરોમાં 50 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે.
સીબીઆઈના એક અધિકારી પ્રમાણે, દેશભરમાં બેંક છેતરપિંડી ગોટાળાના મામલામાં સીબીઆઈએ વિશેષ અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન પ્રમાણે, આજે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
સીબીઆઈએ બેંક ફ્રોડના મામલામાં વિભિન્ન કંપનીઓ, તેમના પ્રમોટરો, રોકાણકારો, ફર્મો અને બેંક અધિકારીઓ સહીત ઘણાં આરોપીઓ વિરુદ્ધ 14 મામલા નોંધ્યા છે.