સીબીઆઈએ આજે પશ્ચિમ બંગાળમાં 22 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરીને તલાશી લીધી છે. તે તમામ સ્થાન ન્યૂ લેન્ડ એગ્રો ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટરો અને પ્રમોટરોના છે. આ કંપની તેમાંથી એક છે, જે પોન્જી ગોટાળાના મામલામાં આરોપી છે.
અધિકારીઓએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે એજન્સીને પશ્ચિમ બંગાળના વિશેષ તપાસ દળ દ્વારા કથિતપણે પોન્જી ગોટાળામાં સામેલ તમામ કંપનીઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે 200થી વધારે એજન્ટોમાં તમામે લગભગ એક-એક કરોડ રૂપિયા જમા કર્યા હતા. કંપનીના પ્રમોટરો અને ડાયરેક્ટરોએ આકર્ષક રિટર્નનો વાયદો કરીને તેની સાથે છેતરપિંડી કરી હતી.
tags:
chit fund