પીએનબી ગોટાળાનો આરોપી અને ભારતમાંથી ફરાર ફાંદેબાજ મેહુલ ચોકસીએ કહ્યુ છે કે તે પોતાની બીમારીના કારણે ભારતમાં આવી શકે તેમ નથી. માટે જો તપાસ એજન્સીઓ ચાહે તો વીડિયો કોન્ફરન્સિંગથી તેની પૂછપરછ કરી શકે છે.
ચોક્સીએ કહ્યુ છે કે જો સીબીઆઈ અને ઈડી ચાહે તો એન્ટિગુઆ આવીને તેની પૂછપરછ કરી શકે છે. મેહુલ ચોક્સીના વકીલે મુંબઈમાં હાઈકોર્ટમાં આજે શપથપત્ર દાખલ કરીને કહ્યુ છે કે તેમનો અસીલ ઈલાજ કરાવવા માટે એન્ટિગુઆ ગયો છે, ભારતથી ભાગ્યો નથી.
ચોકસીએ શપથપત્રમાં લખ્યું છે કે હું હાલ એન્ટિગુઆમાં રહું છું અને તપાસમાં સહયોગ કરવા તૈયાર છું. જો કોર્ટને ઠીક લાગે છે, તો તેઓ તપાસ કરનારા અધિકારીઓને એન્ટિગુઆ આવીને પૂછપરછ કરવા માટે કહી શકે છે.
tags:
PNB