પીએમ મોદી હાલ ફ્રાંસની મુલાકાતે છે, જ્યાં તેઓ જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પેરિસ તરફથી વિશેષપણે આમંત્રિત કરવામાં આવ્યા છે. સમિટમાં ભાગ લેવા માટે જ્યારે પીએમ મોદી આ દેશોમાં પહોંચ્યા, તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આના પહેલા જ્યારે પીએમ મોદી બહરીન અને યુએઈની મુલાકાતે હતા, ત્યાં તો તેમને તેમના દેશોના સર્વોચ્ચ સમ્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. જો કે દુનિયાભરમાં પાકિસ્તાની એજન્ડાને આગળ વધારનારા કેટલાક લોકોને ફ્રાંસમાં પીએમ મોદીનું આ ગ્રાન્ડ વેલ્કમ બિલકુલ પણ પસંદ આવ્યું નથી અને હવે આ લોકો ભાડા પર લોકો લાવીને કાશ્મીર મુદ્દે પીએમ મોદીની વિરુદ્ધ પ્રદર્શન કરવા ચાહે છે, જેથી આખી દુનિયામાં એ સંદેશ જાય કે દુનિયાભરના કાશ્મીરી લોકો કાશ્મીરમાં ભારતના કથિત અત્યાચારોથી બેહદ આહત છે. આ બધું કરીને પીએમ મોદીની છબીને નુકસાન પહોંચાડવાની કોશિશો થઈ રહી છે.
આ ટોળકીનો ખુલાસો ત્યારે થયો જ્યારે દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિન્દરપાલ સિંહ બગ્ગાએ એક કોલ રેકોર્ડિંગ જાહેર કર્યું અને તેમના દાવાઓ પ્રમાણે તેમણે ખુદને લાહોરનો એક શખ્સ ગણાવીને ફ્રાંસમાં રહેલી એક આવી મહિલા સાથે વાત કરી કે જે પીએમ મોદી વિરુદ્ધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી હતી. તજિન્દરપાલ બગ્ગાએ પોતાનો અવાજ બદલીને આ મહિલાને કહ્યુ કે તે પણ આ પ્રદર્શનમાં ભાગ લેવા ચાહે છે અને તેના માટે નાણાં ચાહે છે. તે મહિલાએ ક્હ્યું કે તે પ્રદર્શનમાં લોકોને લાવવા માટે તેને પ્રતિ વ્યક્તિ 2 અમેરિકન ડોલર આપી શકે છે. જ્યારે તેજિન્દરપાલ બગ્ગાએ તેને વધારે નાણાં આપવાની વાત કહી, તો તે મહિલા આખરે પ્રદર્શનમાં સામેલ થવા માટે પ્રતિ વ્યક્તિ પાંચ ડોલર આપવા માટે રાજી થઈ ગઈ.
સ્પષ્ટ છે કે દુનિયાભરમાં હાલ આ પાકિસ્તાની ટોળકી કોઈપણ રીતે ભારતની વિરુદ્ધ પોતાના એજન્ડાને ચાલવવા ચાહે છે અને તેના માટે જ્યારે તેને પ્રદર્શન કરવા માટે લોકો મળતા નથી, તો તે આ દેશોમાં જ રહેલા ગરીબ પાકિસ્તાનીઓને કેટલાક નાણાંની લાલચ આપીને પ્લેકાર્ડ્સ લઈને ઉભા રહેવા અને પીએમ મોદી વિરુદ્ધ સૂત્રો પોકારવા મજબૂર કરે છે. માત્ર ફ્રાંસ જ નહીં, યુકે અને અમેરિકામાં પણ આવા જ લોકોની ટોળકીઓ રહેલી છે. જ્યારે પીએમ મોદી આવા દેશોની યાત્રાએ જાય છે, તો આવી ટોળકીઓ સક્રિય થઈ જાય છે અને તેમનો વિરોધ કરવાનું શરૂ કરી દે છે.
ગત વર્ષ એપ્રિલમાં પીએમ મોદી જ્યારે કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભાગ લેવા માટે લંડન પહોંચ્યા હતા, તો પણ તેમના વિરોધ પ્રદર્શનોનો સામનો કરવો પડયો હતો. દેખાવકારોમાં મોટાભાગના પાકિસ્તાની મૂળના લોકો હતા અને તેમના હાથમાં બેનર-પોસ્ટરો હતા.
આવી રીતે અમેરિકામાં પણ કેટલાક ભારત વિરોધી લોકો અવારનવાર ભારત અને પીએમ મોદી વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ કરતા રહે છે અને આ વાતનું અનુમાન છે કે આ લોકો પણ ભાડેથી આવીને આવા નકલી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતા હોય છે.
આ નકલી વિરોધ પ્રદર્શન કરનારા હિંસક માનસિકતા પણ ધરાવતા હોય છે અને જ્યાં પણ જાય છે, ત્યાં હિંસા કરવાનું શરૂ કરી દે છે. આ માનસિકતાના કેટલા લોકોએ હાલ કેટલાક દિવસો પહેલા યુકેમાં રહેલા ભારતીય હાઈકમિશનની સામે વિરોધ કર્યો હતો અથવા કહો કે હુમલો કર્યો હતો અને હાઈકમિશનની ઈમારત પર ઈંડા, પથ્થરો અને પાણીની બોટલોથી હુમલો કર્યો હતો.
હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ લોકો કેટલાક નાણાંની લાલચમાં આવીને આવા હિંસક અને નકલી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતા હોય છે અને ભારતની છબીને ધુમિલ કરવાની કોશિશ કરે છે. તજિન્દરપાલ બગ્ગા દ્વારા જાહેર કરવામાં આવેલા રેકોર્ડિંગથી પણ આ વાત સાબિત થાય છે. આ દેશોમાં રહેતા ભારતીય લોકોની સાથે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આવા એજન્ડાવાદી લોકોથી સતર્ક રહે તેની જરૂર છે.