કોલકત્તાની મેટ્રોપૉલિટન કોર્ટે કોંગ્રેસ નેતા શશિ થરુરના વિરુધ હિન્દૂ-પાકિસ્તાન વાળા વિવાદીત નિવેદન પર ધરપકડનું વોરેંન્ટ કાઢ્યું છે ,ઉલ્લેખનીય છે કે હિન્દૂ-પાકિસ્તાન વાળા નિવેદન પર વકીલ સુમિત ચૌધરીએ અરજી દાખલ કરી હતી, આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે થરુરની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે, આ પહેલા પણ કોલકતા કોર્ટે તેમના વિરુધ સમન રજુ કર્યુ હતુ.
Kolkata Magistrate Metropolitan Court issues arrest warrant against Congress leader Shashi Tharoor in connection with a case filed by an advocate Sumeet Chowdhury over Tharoor's 'Hindu-Pakistan' comment. (file pic) pic.twitter.com/HiqiKCBZVa
— ANI (@ANI) August 13, 2019
તિરુઅનંતપુરમમાં એક કાર્યક્રમમાં શશિ શરુરે બીજેપીને આડા હાથ લેતા તેમના ભાષણમાં કહ્યુ હતુ કે જો બીજેપી 2019માં લોકસભાની ચૂંટણી જીતી જશે તો દેશ હિન્દૂ-પાકિસ્તાન બની જશે. વધુમાં તેમણે કહ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટી જો જીતશે તો તે નવા સંવિધાનની રચના કરશે જેથી આ દેશ પાકિસ્તાન બનવાના રસ્તે આગળ વધશે જ્યા લઘુમતિના અધિકારોનું સન્માન કરવામાં નથી આવતું.
શશિ થરૂરના આ વિવાદીત નિવેદનને લઈને કોરિડોરમાં ભારે હંગામો થયો હતો. ભાજપ વિવાદીત બયાન આપ્યા બાદ કોંગ્રેસ પણ થરુરના નિવેદનથી પાછી ખસી ગઈ હતી. અને કોંગ્રેસે તેના નેતાઓને વિચાર કરીને બોલવા માટે સુચવ્યુ હતુ.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષોમાં મોદી સરકારે વિભાજન, કટ્ટરતા, દ્વેષ, અસહિષ્ણુતા અને ધ્રુવીકરણનો માહોલ બનાવી નાખ્યો છે. બીજી તરફ કોંગ્રેસ, ભારતના સંસ્કૃતિ, વિવિધતા, વિવિધ ધર્મો અને સંપ્રદાયોમાં સુમેળની વાત કરી રહી છે.
