હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં એક ખાનગી બસ 500 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે બસના ફૂરચેફૂરચા ઉડી ગયા છે.
દુર્ઘટનામાં જે લોકો બચ્યા છે, તેમનું કહેવુ છે કે ગમખ્વાર અકસ્માત છતાં તેઓ જીવતા બચી ગયા. આ કોઈ ચમત્કારથી ઓછું નથી.
જણાવવામાં આવે છે કે આ દુર્ઘટના બંજારથી એક કિલોમીટર આગળ ભિયોઠ વળાંક પાસે સર્જાઈ હતી. અહીં એક ખાનગી બસ 500 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. કુલ્લૂથી ગાડાગુશૈણી તરફ જઈ રહેલી બસ પ્રવાસીઓથી ભરેલી હતી.
દુર્ઘટના બાદ ખાઈમાંથી ઘાયલ લોકોને કાઢવા માટે પોલીસ અને સ્થાનિક લોકો પહોંચ્યા હતા. નદીના તેજ વહેણની વચ્ચે સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનામાં ઘાયલ 12 મહિલાઓ, સાત બાળકો અને 10 યુવકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીરછે. ઘટનાસ્થળે પ્રશાસનિક અધિકારીઓ અને પોલીસ ફોર્સ પહોંચ્યા છે.