Budget 2019: કોર્પોરેટ સેક્ટરને ભેંટ, હવે 250ના સ્થાને 400 કરોડ સુધીના ટર્નઓવરવાળી કંપનીઓ પર 25% ટેક્સ
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પહેલા બજેટમાં કોર્પોરેટ સેક્ટરને મોટી સોગાદ આપી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા એલાન કર્યું છે કે હવે 400 કરોડ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓ પર 25 ટકા ટેક્સ લાગશે. પહેલા 250 કરોડ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓ પર 25 ટકા ટેક્સ હતો.
નાણાં પ્રધાને કહ્યુ છે કે અત્યારે દેશમાં સંચાલિત લગભગ 99.3 ટકા કંપનીઓ લોઅર કોર્પોરેટ ટેક્સની મર્યાદામાં આવી ગઈ છે. તેની મર્યાદાની બહાર હવે માત્ર 0.7 ટકા કંપનીઓ છે. હવે 400 કરોડ રૂપિયાથી વધારેના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓ પર 30 ટકા ટેક્સ લાગશે, પહેલા 250 કરોડ રૂપિયાથી વધારેના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓ 30 ટકા કોર્પોરેટ ટેક્સની મર્યાદામાં હતી.
tags:
budget