1. Home
  2. revoinews
  3. બોક્સર વિજેન્દ્રસિંહ સાઉથ દિલ્હી સીટ પર બનશે કોંગ્રેસના ઉમેદવાર, કહ્યું- ક્યાંય મોદી લહેર નથી
બોક્સર વિજેન્દ્રસિંહ સાઉથ દિલ્હી સીટ પર બનશે કોંગ્રેસના ઉમેદવાર, કહ્યું- ક્યાંય મોદી લહેર નથી

બોક્સર વિજેન્દ્રસિંહ સાઉથ દિલ્હી સીટ પર બનશે કોંગ્રેસના ઉમેદવાર, કહ્યું- ક્યાંય મોદી લહેર નથી

0

ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. દેશમાં આજે 15 રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ઘણા સેલિબ્રિટીઓ પણ વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાઈને લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે. આમાં હવે બોક્સર વિજેન્દ્ર સિંહનું નામ પણ સામેલ થઈ ચૂક્યું છે. વિજેન્દ્રસિંહ ટુંક સમયમાં સાઉથ દિલ્હી સીટ પરથી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવશે.

વિજેન્દ્રસિંહે આ બાબતે મીડિયાને જણાવ્યું, “મને ખુશી છે કે કોંગ્રેસે મને લોકોની સેવા કરવાની જવાબદારી સોંપી છે. એક ડ્રાઇવરના દીકરા તરીકે ગરીબ લોકોની લાગણીઓને હું સમજી શકું છું. હું લોકોની સમસ્યાઓને સમજવા માટે તેમના સુધી પહોંચીશ.”

વિજેન્દ્રસિંહે કહ્યું કે, મને તો અહીંયા ક્યાંય કોઈ મોદી લહેર દેખાતી નથી. લોકોએ સાચો ચહેરો ઓળખી લીધો છે. યુવાનોને ફક્ત રોજગાર જોઈએ છે. યુવાનો કહે છે કે હવે જુલમોથી પેટ નહીં ભરાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.