- ચીનને કરારો જવાબ
- ભારતની સાથે 5 જી પર કામ કરશે ઇઝરાઇલ અને અમેરિકા
- 5 જી કોમ્યુનિકેશન નેટવર્ક પર સાથે મળીને કરી રહ્યા છે કામ
ભારત, ઇઝરાઇલ અને અમેરિકાએ આગામી પેઢીના વિકાસ અને ઉભરતી તકનીકીઓના ક્ષેત્રમાં પરસ્પર સહયોગમાં કામ કરવાનું શરૂ કર્યું છે. આ માહિતી આપતાં એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ત્રણેય દેશો 5 જી કોમ્યુનિકેશન નેટવર્ક પર પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. ત્રણેય દેશ પારદર્શી, વિશ્વસનીય અને સુરક્ષિત 5 જી કોમ્યુનિકેશન નેટવર્ક પર કામ કરી રહ્યા છે.
સમુદાયના નેતાઓએ કહ્યું કે ત્રણ વર્ષ પહેલા જુલાઇ 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાઇલની મુલાકાત દરમિયાન લોકોથી લોકોના સંપર્ક પર સહમત થયા હતા. વિકાસ અને તકનીકી ક્ષેત્રમાં ત્રિપક્ષીય પહેલ આનો એક ભાગ છે. યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર બોની ગ્લિકે જણાવ્યું હતું કે, 5 જીમાં પરસ્પર સહકાર માત્ર મોટા પગલા તરફ પ્રથમ પગલું છે
અમે વિજ્ઞાન તથા સંશોધન અને વિકાસ તથા આગામી પેઢીની તકનીકોમાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ગ્લિકે એક મુલાકાતમાં જણાવ્યું હતું. આ ભાગીદારી દ્વારા અમે આ સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી રહ્યા છીએ.
આ પહેલા અમેરિકા-ભારત-ઇઝરાઇલ વચ્ચે વર્ચુઅલ બેઠકને સંબોધન કરતી વખતે ગ્લિકે કહ્યું હતું કે અમે દુનિયાના વિકાસથી જોડાયેલા પડકારોને હલ કરવા માટે આ ભાગીદારો સાથે મળીને કામ કરવામાં રોમાંચિત છીએ.
આ બેઠકમાં ભારતના ઇઝરાયલી રાજદૂત રોન મલકા અને તેમના સમકક્ષ સંજીવ સિંગલાએ પણ સંબોધન કર્યું હતું. ગ્લિકે કહ્યું, જે એક ક્ષેત્રમાં અમે સહયોગ કરી રહ્યા છીએ તે છે ડિજિટલ નેતૃત્વ અને નવીનતા. અમારું સહયોગ વિશેષ પેઢી 5 જી તકનીક પર કેન્દ્રિત છે.
દેવાંશી-