1. Home
  2. revoinews
  3. અક્ષય કુમારની આવનારી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ની બોલીવૂડમાં ચર્ચા, અભિનેતાઓને પસંદ આવી ખેલાડીની એક્ટિંગ
અક્ષય કુમારની આવનારી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ની બોલીવૂડમાં ચર્ચા, અભિનેતાઓને પસંદ આવી ખેલાડીની એક્ટિંગ

અક્ષય કુમારની આવનારી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ની બોલીવૂડમાં ચર્ચા, અભિનેતાઓને પસંદ આવી ખેલાડીની એક્ટિંગ

0
Social Share
  • અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ની બોલીવૂડમાં ચર્ચા
  • અભિનેતાઓ પણ આ ફિલ્મ જોવા ઉત્સુક
  • ટ્વિટ કરીને અભિનેતાઓ ખેલાડીને આપી રહ્યા છે શુભકામના

અમદાવાદ:  અક્ષય કુમારની 9 નવેમ્બરના રોજ રીલીઝ થનારી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ બોલીવૂડના અભિનેતાઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયુ ત્યારથી લઈને અત્યાર સુધીમાં 70 મીલીયન લોકોએ જોયું છે. જો કે ‘લક્ષ્મી બોમ્બ’માં અક્ષય કુમારે જે રીતે એક્ટિંગ કરી છે તેને બોલીવૂડના અનેક અભિનેતાઓ દ્વારા પસંદ કરવામાં આવ્યું છે.

બોલીવૂડના જાણીતા અભિનેતા આમીરખાને પણ ફિલ્મને લઈને પોતાનું મંતવ્ય આપ્યું છે જેમાં કહ્યું કે ડીયર અક્ષય કુમાર, કેટલું મસ્ત ટ્રેલર છે મારા દોસ્ત. આ ફિલ્મ જોવા માટે ઉત્સુક છું. કાશ, આ ફિલ્મ  થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હોત, તમારું કામ શાનદાર છે. સૌને શુભકામના.

આ ફિલ્મની નિર્માતા શબીના ખાન છે. આ મૂવી તમિલ હોરર ફિલ્મ ‘મુની 2: કંચના’નું હિન્દી રિમેક છે,જેનું નામ ‘લક્ષ્મી બોમ્બ’રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની કહાની રાઘવની આસપાસ હરતી – ફરતી  છે. જે એક ડરપોક માણસ છે. તેના શરીર પર એક ટ્રાંસજેન્ડર આત્મા કબજો કરે છે અને તેના દુશ્મનોથી બદલો લે છે.

આ ફિલ્મ દિવાળી નિમિત્તે રિલીઝ થશે. અક્ષયે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. આ સાથે ફિલ્મનો મોશન પોસ્ટર વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો,જેમાં તેનો જબરદસ્ત લુક જોવા મળ્યો હતો.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code