- સમગ્ર દેશમાં ઓક્સિજનો અભાવ
- બોલિવૂડ એક્ટ્રેસ આવી લોકોની મદદે
- દિલ્હીની એક હોસ્પિટલ માટે ઓક્સિજનની કરી વ્યવસ્થા
- શેર પોસ્ટ કરી તેને પહોંચાડવા લોકોની મદદ માંગી
મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો ઓક્સિજનના અભાવે જીવ ગુમાવી રહ્યા છે, અનેક રાજ્યો આ પરિસ્થિતિ વચ્ચે ઝજુમી રહ્યા છે ત્યારે હવે બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન દિલ્હીની એક નાની હોસ્પિટલમાં ઓક્સિજનનો બંદોબસ્ત કરવાતી નજરે પડી હતી.
સુષ્મિતાએ આ વિશે એક પોસ્ટ શેર કરી છે, જેમાં દિલ્હીની એક હોસ્પિટલના સીઈઓ સુનિલ સાગર સમજાવી રહ્યા છે કે ઓક્સિજનનો અભાવ કેવી રીતે વર્તાઈ રહ્યો છે.જેને કારણે દર્દીઓને રજા આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાને કારણે લાખો લોકોના મોત થયા છે. સરકાર પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં થાકી રહી છે.
This is deeply heart breaking…oxygen crisis is everywhere. I have managed to organise a few oxygen cylinders for this hospital but have no way to transport it to Delhi from Mumbai…please help me find a way🙏 https://t.co/p8RWuVQMrO
— sushmita sen (@thesushmitasen) April 22, 2021
આ પોસ્ટ કરતા એક્ટ્રેસે લખ્યું છે કે, “આ ખૂબ જ દીલ તોડી દે તેવી વાત છે,દરેક જગ્યાએ ઓક્સિજનનો અભાવ છે, મે દિલ્હીની એક હોસ્પિટલ માટે કેટલાક ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી છે, પરંતુ હું અહી થી તે મોકલી શકતી નથી,મહેરબાની કરીને કોી રસ્તો બતાવવામાં મારી મદદ કરો”
આ બાબતને લઈને સુષ્મિતાના આ કાર્યની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક ટ્રોલરોએ તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘ઓક્સિજનનો અભાવ એ બધે જ છે, તો તમે આ સિલિન્ડર કેમ મુંબઇને બદલે દિલ્હી મોકલી રહ્યા છો’.આ યૂઝરને સુષ્મિતાએ વળતો જવાબ આપતા લખ્યું છે કે, મુંબઈમાં ઓક્સિજન છે દિલ્હીમાં નથઈ તે પણ ખાસ કપરીને આવી નાની હોસ્પિટલમાં, જો તમે મદદ કરી શકતા હોવ તો કરો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુષ્મિતાને ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ એવોર્ડ મળતાં તેમણે કહ્યું કે ‘મને નેશનલ એવોર્ડ મળ્યો છે. આને કહેવાય છે ચેમ્પિયન્સ ઓફ ચેન્જ કહે છે. આ સમાજ કલ્યાણ અને મહિલા સશક્તિકરણ માટે છે. હું જાણું છું કે આજે મારા પિતા ખૂબ ખુશ હશે. ‘
સાહિન-