બોલિવૂડ એક્ટર શાહીદ કપુર અને પત્ની મીરા પણ કોરોના સંકટમાં લોકોની મદદે આવ્યા – ઈન્સ્ટા પર વીડિયો શેર કરી લોકોને મદદ કરવા અપીલ કરી
- શાહીદ કપુર અને મીરા કોરોનાના દર્દીઓની મદદે
- મીરાએ ઈન્સ્ટા પર વીડિયો શરે કર્યો
- ગિવ ઈન્ડિયાના સપોર્ટમાં લોકોને જોડાવવા કહ્યું
મુંબઈઃ- સમગ્ર દેશ હાલ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે,ત્યારે અનેક લોકો ભારતની મદદ કરી રહ્યા છે, બોલિવૂડ હસ્તીઓ પણ કોરોનાના દર્દીઓની મદદે આવી રહી છે,ત્યારે હવે ગિવ ઇન્ડિયા સાથે હાથથી હાથ મિલાવીને અભિનેતા શાહીદ અને મીરા રાજપૂતે કોરોનાના દર્દીઓની મદદ કરવાની એક પહેલ કરી છે.આ સાથે જ આ પહેલમાં તમામ લોકોને જોડાવવા માટચેની અપીલ પણ કરી છે,જેથી લોકો વધુને વધુ દર્દીઓની સેવામાં જોડાય અને સંકટની ઘડીમાં એક બીજાનોસાથ સહકાર મળી રહે.
આ બોલિવૂડ કપલે લોકોને પોતાની શક્તિ પ્રમાણે દાન કરવાની અપીલ કરી છે,મીરાએ આ બાબતે લોકોને જાણતારી આપકતો એત વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતોલ પોતના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયામાં મીરાએ લખ્યું છે કે‘બ્રીધ ફૉર ઇન્ડિયા અને બિલ્યન બ્રીધ મૂવમેન્ટ’ અંતર્ગત ફન્ડ જમા કરવાશએ, આ જમા કરાયેલ ફંડનો ઉપયોગ ઑક્સિજન સપ્લાય અને કોવિડ રિલીફ માટે કરવામાં આવશે.
મીરાએ આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શનમાં લખ્યુ હતું કે, ‘બિલ્યન બ્રીધ મૂવમેન્ટ ફૉર ઇન્ડિયા એન્ડ બિલ્યન બ્રીધ મૂવમેન્ટ. આપણે ખૂબઝ ઝડપથી ફેલાવા વાર.સો સામનો કરી રહ્યા છે, ભારત આપણું ઘર આપણું દિલ આજે દુખી થઈ રહ્યું છે,અત્યાર સવુધી આપણે જે વસ્તુને નજરઅદાજ કરી એ વસ્તુ એટલે કે ઓસ્કિજન છે,જે હવે લાખો લોકો માટે અસામાન્ય બાબત બની છે ખરેખ તે આપણા મૂળભુત અધિકાર હતો,ગિવ ઇન્ડિયા સાથે હાથ મિલાવીને બિલ્યન બ્રીધ મૂવમેન્ટ શરૂ કરીને ભારતનેસાથ સહકાર આપવા કરવા માટે એક થયા છીએ. આ એક વૈશ્વિક સંસ્થા છે, જે વર્તમાનમાં ફન્ડ્સ ઊભું કરીને ઑક્સિજન સપ્લાય અને કોવિડ રિલીફ વર્ક કરે છે. ૩૦ એપ્રિલથી ૯ મે સુધી $ 100K ભેગા કરવાનો ટાર્ગેટ કર્યો છે. આમ મીરાએ વીડિયોમાં વધુ વિગતો જણાવી હતી.