બોલીવુડના અભિનેતા સિદ્ધાર્થને ફોન ઉપર મળી રહી છે ધમકીઓ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સિદ્ધાર્થે તાજેતરમાં જ જન્મદિવસની ઉજવણી કરી છે. દરમિયાન હવે અભિનેતાનો ફોન નંબર લીક થયો છે. જે બાદ તેમને સતત ફોન કોલ્સ આવી રહ્યાં છે. તેમજ અભિનેતાના પરિવારને મારી નાખવાની ધમકી આપતો પણ ફોન આવ્યો હતો. એટલું જ નહીં અનેક લોકો ફોન કરીને અપશબ્દો પણ બોલે છે. અભિનેતાએ આક્ષેપ કર્યો છે કે, મોબાઈલ નંબર તમિલનાડુ ભાજપ અને આઈટી સેલે લીક કર્યો છે. આ અંગેની જાણકારી અભિનેતાએ ટ્વીટ કરીને આપી છે.

https://twitter.com/Actor_Siddharth/status/1387653507814072325

અભિનેતાએ પોતાના નવા ટ્વીટમાં લખ્યું છે કે, મારો નંબર તમિલનાડુ ભાજપના મેમ્બર અને બીજેપી તમિલનાડુ આઈટી સેલે લીક કર્યો છે. છેલ્લા 24 કલાકમાં 500થી વધારે ફોન આવ્યાં છે. તેમાં ફોન કરનાર અપશબ્દો બોલવાની સાથે મારી નાખવાની ધમકી પણ આપી રહ્યાં છે. તેમજ મારા પરિવારને પણ ફોન આવે છે. મે તમામ ફોન નંબર નોંધી રાખ્યાં છે અને પોલીસને આપ્યાં છે. હું ચુપ નહીં રહું. અભિનેતાએ ટ્વીટમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યાં છે.

સિદ્ધાર્થે અન્ય એક ટ્વીટમાં મેસેજનો સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો છે. તેમજ લખ્યું છે કે, આ અનેક સોશિયલ મીડિયા પોસ્ટ પૈકી એક છે જેમાં બીજેપી તમિલનાડુના મેમ્બર મારો નંબર લીક કરી રહ્યાં છે. તેમજ મારી ઉપર હુમલો કરવાની અને પરેશાન કરવાની વાત કરે છે. આપણે કોવિડ-19 સામે જંગ લડી પણ લઈએ, પરંતુ આવા લોકો સામે આપણે જીતી શકીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેતા સિદ્ધાર્થ છેલ્લા કેટલાક સમયથી સરકારને વિરુદ્ધમાં નિવેદન કરે છે. જેથી તેમના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અભિનેતા બોલીવુડની રંગ દે બસંતી જેવી શાનદાર ફિલ્મમાં આમિર ખાન, આર માધવન, સોહા અલી ખાન અને શરમન જોશી જેવા અભિનેતા સાથે જોવા મળ્યાં હતા. આ ઉપરાંત સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular