એકટર બોબી દેઓલ આશ્રમ’થી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે

  • સાધુ અવતારમાં જોવા મળશે બોબી દેઓલ
  • 28મી ઓગસ્ટે રિલીઝ થશે આ વેબ સીરીઝ
  • બોબી દેઓલે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો વીડિયો

નવી દિલ્લી: બોલિવુડ એકટર બોબી દેઓલ ઓગસ્ટમાં તેની આગામી સીરીઝ ‘આશ્રમ’થી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. આ વેબ સિરીઝ 28મી ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. તેનું દિગ્દર્શન પ્રકાશ ઝાએ કર્યું છે. હાલમાં બોબી દેઓલે ‘આશ્રમ’ વેબ સિરીઝનો ફર્સ્ટ લૂક ફેન્સ સાથે શેર કર્યો હતો. તેણે ત્યાર બાદ એક એક બીજો વીડિયો શેર કર્યો છે, જેમાં સિરીઝને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી ફેન્સ સાથે શેર કરવામાં આવી છે.

આ વીડિયોને બોબી દેઓલે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે એક બાબાની ભૂમિકા ભજવતા નજરે પડશે. જેનું વ્યક્તિત્વ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામ રહીમ સિંહને મળતું આવે છે. આ સીરીઝ એક રાજકીય વ્યંગ છે અને આ માટે ઘણી બધી હકીકત જેલમાં સમય પસાર કરી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમના અંગત જીવનને મળતી આવે છે. આ સિરીઝમાં લીડ રોલમાં અનુપ્રિયા ગોએન્કા જોવા મળશે.જે અગાઉ ‘પદ્માવત’ ફિલ્મમાં જોવા મળી હતી.

_Devanshi

RELATED ARTICLES
- Advertisment -

Most Popular