1. Home
  2. revoinews
  3. દેશમાં મંદીની આહટ પર બોલ્યા ગોવિંદાચાર્ય, “ભારતને અમેરિકા બનાવશો તો બ્રાઝીલ બની જશે”
દેશમાં મંદીની આહટ પર બોલ્યા ગોવિંદાચાર્ય, “ભારતને અમેરિકા બનાવશો તો બ્રાઝીલ બની જશે”

દેશમાં મંદીની આહટ પર બોલ્યા ગોવિંદાચાર્ય, “ભારતને અમેરિકા બનાવશો તો બ્રાઝીલ બની જશે”

0
Social Share
  • સંઘ વિચારક ગોવિંદાચાર્યે મોદી સરકારને આપ્યું સૂચન
  • ભારતને અનુરૂપ બનાવો ઈકોનોમીનું મોડલ
  • ડોમેસ્ટિક પ્રોડક્શન, ઉપભોગ અને કૃષિ પર કરો ધ્યાન કેન્દ્રીત

ક્યારેક ભાજપની થિંક ટેન્ક રહેલા, આરએસએસના વિચારક અને આર્થિક ચિંતક કે.એન. ગોવિંદાચાર્યનું માનવું છે કે પ્રવર્તમાન સમયમાં અર્થવ્યવસ્થાની સામે જે સંકટ છે, તે 1991ના કથિત સુધારાની દેણ છે. તે આજે મંદીની આહટને ઉદારીકરણની અસર માને છે. તેમનું માનવું છે કે અર્થવ્યવસ્થાનું જ્યારે વૈશ્વિકરણ થાય છે, તો તે પોતાની સાથે છૂપી રીતે મંદી અને રોજગાર સંકટ પણ લાવે છે. આજતકની વેબસાઈટ સાથેની વાતચીતમાં ગોવિંદાચાર્યે કહ્યુ છે કે આપણે દેશની અર્થવ્યવસ્થાની બેસિક સ્ટ્રેન્થને સમજવી પડશે. ત્યારે કો પગલા ઉઠાવવા ફાયદાકારક હશે.

તેમણે કહ્યુ છે કે ક્યાંક તો આપણે ડોમેસ્ટિક પ્રોડક્શન, ડોમેસ્ટિક કન્ઝમ્પશન અને ડોમેસ્ટિક માર્કેટિંગની દિશામાં ચાલવાનું હતું અને ક્યાંક આપણે એક્સપોર્ટના માર્ગ પર ચાલ્યા ગયા. આપણે ડબલ્યૂટીઓના પ્લેટફોર્મનો આક્રમક થઈને ઉપયોગ કરવાનો હતો. પરંતુ કરી શક્યા નહીં.

ગોવિંદાચાર્યે કહ્યુ છે કે આપણે કૃષિ અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનોની ઈન્ડસ્ટ્રી પર વધારે ફોકસ કરવું પડશે. આપણે દાળ-કઠોળના ઉત્પાદન અને ખાદ્ય પરિષ્કરણ પર ભાર મૂકવો પડશે. જે આપણી યુએસપી રહી છે, તેને સમજતા જ્યારે ઈકોનોમીનું મોડલ બનાવશે ત્યારે ભલું થશે. આનાથી રોજગાર સંકટ પણ દૂર થશે. ગોવિંદાચાર્યે કહ્યુ છે કે હાર્ડવેયર સેક્ટરમાં આપણે માર ખાધો છે. આ તરફ તો આપણે હાથ જ લગાવ્યો નથી.

ગોવિંદાચાર્યે કહ્યુ છે કે આપણે ત્યાં જમીન અને વસ્તીનું પ્રમાણ ઠીક નથી. તેવામાં અન્ય દેશોની જ્યાં લેન્ડ અને પોપ્યુલેશનનું પ્રમાણ યોગ્ય નથી, ત્યાંની અર્થવ્યવસ્થાના હિસાબથી ચાલી શકાય નહીં. ગોવિંદાચાર્યે કહ્યુ છે કે ભારતને જો અમેરિકા બનાવવા નીકળીશું, તો તે બ્રાઝિલ બની જશે. અહીંની અર્થવ્યવસ્થાનું બ્રાઝીલીકરણ થઈ જશે. બ્રાઝીલને પણ પોતાની નીતિઓનું નુકસાન ભોગવવું પડે છે. મહત્વપૂર્ણ છે કે દુનિયાની ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાઓમાંથી એક તરપ બ્રિક્સ દેશોમાં સામેલ બ્રાઝિલને 2014થી ભારે આર્થિક સંકટ ભોગવવું પડી રહ્યું છે. દક્ષિણ અમેરિકાના આ દેસમાં મંદીને કારણે લાખો નોકરીઓનું સંકટ પેદા થયું છે.

1988થી 2000 દરમિયાન ભાજપની થિંક ટેન્કમાં સામેલ રહેલા કે. એન. ગોવિંદાચાર્ય આરએસએસના પ્રચારક રહ્યા છે. 2000માં તેઓ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી હતા. તે સમયે અટલ બિહારી વાજપેયીની નારાજગીને કારણે તેમને પોતાનું પદ છોડવું પડયું હતું. ભાજપથી અલગ થયા બાદ ફરીથી તેઓ પાર્ટીમાં પાછા ફર્યા નથી. જો કે સંઘના પદાધિકારીઓ અને ભાજપના ઘણાં નેતાઓ સાથે આજેપણ તેમનો સંપર્ક રહ્યો છે.

તેમની પાસે ભાજપના નેતા અને પ્રચારક માર્ગદર્શન લે છે. ગોવિંદાચાર્ય વખતોવખત સૂચન પણ આપે છે. ભાજપથી અલગ થયા બાદથી ગોવિંદાચાર્ય ભારત વિકાસ સંગઠન અને રાષ્ટ્રીય સ્વાભિમાન આંદોલન ચલાવે છે. 2 મે, 1943ના રોજ આંધ્રપ્રદેશના તિરુપતિમાં જન્મેલા કોડિપકમ નીલમેઘાચાર્ય ગોવિંદાચાર્યનો મોટાભાગનો સમય બનારસમાં પસાર થયો છે. બીએચયૂમાંથી અભ્યાસ કર્યા બાદ તેઓ આરએસએસ સાથે જોડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code