ભાજપ સંસદીય દળની રચના, લોકસભામાં રાજનાથ પાર્ટીના ઉપનેતા, રાજ્યસભામાં થાવરચંદ ગહલોત પાર્ટીના નેતા
ભાજપ સંસદીય દળની કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી છે. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પાર્ટીના ઉપનેતા હશે. જ્યારે રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગહલોત નેતા અને રેલવે પ્રધાન પિયૂષ ગોયલને ઉપનેતા બનાવાયા છે.આ સિવાય સરકારે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીને પાર્ટીના ચીફ વ્હીપ બનાવ્યા છે. લોકસભામાં અર્જુનરામ મેઘવાલ ઉપ-વ્હિપ અને રાજ્યસભામાં વી. મુરલીધરનને પાર્ટીના ચીફ વ્હીપ બનાવવામાં આવ્યા છે. ગોપાલ શેટ્ટી પાર્ટીના ખજાનચી હશે.
મહિલા સાંસદોને નિર્દેશિત કરવા માટે ત્રણ મહિલાઓને વ્હિપ બનાવવામાં આવ્યા છે. જેમાં શોભા કરંદલાજે, રંજનાબહેન ભાટ અને લોકેટ ચટર્જીનો સમાવેશ ખરવામાં આવ્યો છે.
લોકસભામાં વિશેષ આમંત્રિત સદસ્યોમાં નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, શ્વેત મલિક, ચન્નુભાઈ ગહલોત, અજયપ્રતાપ સિંહ અને અશોક વાજપેયીના નામ છે.
રાજ્યસભામાં વિશેષ આમંત્રિત સદસ્યોમાં જે. પી. નડ્ડા, ઓમપ્રકાશ માથુર, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રકાશ જાવડેકરના નામ છે.