વિધાન સભાની ચૂંટણીના પડઘમ પડતા જ બીજેપી સક્રીય
પ્રધાન મંત્રી મહારાષ્ટ્રની મુલાકાત લેશે
અમિત શાહ અને હવે મોદીજી જશે મહારાષ્ટ્ર
નાગપુર બ્રોડગેજ મેટ્રોનું શિલાન્યાસ મોદીજીના હસ્તે કરાશે
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાત પુરી થયા બાદ હવે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર જશે,રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે બીજેપીનો મહારાષ્ટ્રનો દોર વધવા લાગ્યો છે,મોદીજી આ સમય દરમિયાન ત્યાની જનતાને કેટલીક ભેટ આપશે,પ્રધાન મંત્રી મોદી વિમાનથી 7 સપ્ટેમ્બરના રોજ મુંબઈ પહોચશે,ત્યાર બાદ બપોરના સમયે તેઓ ઔરંગાબાદ અને ત્યાથી નાગપુર માટે રવાના થશે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના જણાવ્યા મુજબ,પ્રધાન મંત્રી 7 સપ્ટેમ્બરની સાંજે સીડી ડ્રાય પોર્ટ મેટ્રો કોચ નિર્માણ કેન્દ્રનો શિલાન્યાસ કરશે,આ ઉપરાતં તેઓ નાગપુરથી વર્ધા,ભંડારા,રામટેક જેવા શહેરો સુધી ચાલનારી બ્રોડગેજ મેટ્રોનો શિલાન્યાસ કરશે,આ દરેક પ્રોજેક્ટ મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે,કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે અડધી ભાગીદારીથી આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.
આ પહેલા રવિવારના રોજ બીજેપીના અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રના સોલાપુરમાં રેલીનું આયોજન કર્યું હતુ,તેમજ સોમવારે તેમણે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના સરકારી નિવાસ સ્થાને પાર્ટીના નેતાઓ સાથે એક બેઠક પણ યોજી હતી,ઉલ્લેખનીય છે કે આવનારા મહિના ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે,તેવામાં રાજકીય પક્ષોની મહારાષ્ટ્રની મુલાકાતો વધી ચુકી છે,મુખ્યમંત્રી દેવેન્દ્ર, જનાદેશ યાત્રા પણ યોજી ચુક્યા છે,તે ઉપરાંત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરના પુત્ર આદિત્ય ઠાકરે પણ રાજ્યમાં રેલી યોજીને પોતાનું પ્રભૂત્વ જમાવ્યું હતું.