23 મે ના બનશે સરકાર તે પછી 24મીએ રીલીઝ થશે PMની બાયોપિક, વિવાદો પછી મળી નવી રીલીઝ ડેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ને ઘણા વિવાદો પછી હવે નવી રીલીઝ ડેટ મળી ગઈ છે. ફિલ્મ લોકસભા ચૂંટણીના પરિણામો 23મે ના રોજ જાહેર થયાના બીજા દિવસે એટલે કે 24 મે, 2019ના રોજ રીલીઝ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે.
તરણ આદર્શે ટ્વિટ કરીને લખ્યું- પ્રોડ્યુસર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન પ્રમાણે, પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક માટે નવી રીલીઝી ડેટ! હવે લોકસભા ચૂંટણી પરિણામો પછી 24 મેના રોજ રીલીઝ થશે ફિલ્મ! ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને ઓમંગ કુમારે ડાયરેક્ટ કરી છે અને એક્ટર વિવેક ઓબેરોય તેમાં પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પહેલા 11 એપ્રિલના રોજ રીલીઝ થઈ રહી હતી, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા ફિલ્મની રીલીઝ ડેટને પાછળ કરી દેવામાં આવી હતી. ફિલ્મને લઇને જબરદસ્ત માહોલ બની ગયો હતો. મામલો ચૂંટણીપંચ સુધી પહોંચી ગયો હતો. ચૂંટણીપંચે ફિલ્મ પર લોકસભા ચૂંટણી સુધી રોક લગાવી દીધી હતી અને ચૂંટણી ખતમ થયા પછી જ તેને રીલીઝ કરવાની પરવાનગી આપી હતી.