મુઝફ્ફરપુર : બિહારના મુઝફ્ફરપુરમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોસ્ટરમાં તેજસ્વી યાદવને શોધનારને 5100 રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે.
તેજસ્વી યાદવને લઈને લગાવવામાં આવેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે તેજસ્વી લોકસભા 2019ના પરિણામ બાદથી ગાયબ છે. તેજસ્વીને શોધનારાને 5100 રૂપિયા રોકડ ઈનામ તરીકે આપવામાં આવશે. પોસ્ટર સામાજિક કાર્યકર્તા તમન્ના હાશમી તરફથી લગાવવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણીમાં આરજેડીની કારમી હાર થઈ હતી. બિહારની 40માંથી 39 બેઠકો ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધને જીતી લીધી હતી. બિહારમાં મગજના તાવને કારણે 142 બાળકોના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે. ત્યારે બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવના ગાયબ રહેવા મામલે સવાલો ઉઠી રહ્યા છે.