1. Home
  2. revoinews
  3. નિ:શુલ્ક કોરોના ટેસ્ટનો મેસેજ આવે તો ચેતજો, બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી
નિ:શુલ્ક કોરોના ટેસ્ટનો મેસેજ આવે તો ચેતજો, બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

નિ:શુલ્ક કોરોના ટેસ્ટનો મેસેજ આવે તો ચેતજો, બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

0
Social Share

– મોબાઈલમાં આવે છે ફ્રી કોરોના ટેસ્ટનો મેસેજ આવે છે
– તે મેસેજ પર ક્લિક કરવાથી તે વાઇરસ સિસ્ટમમાં આવી જાય છે
– તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે

કોરોના સંકટ વચ્ચે હવે બેંક ફ્રોડના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હવે ઠગોએ છેતરપિંડી કરવા માટે નવો કીમિયો અપનાવ્યો છે.

આ રીતે થાય છે છેતરપિંડી

તમારા મોબાઇલમાં ફ્રી કોરોના ટેસ્ટ કરાવવાનો મેસેજ આવશે, જો કે આ મેસેજ છેતરપિંડી કરવા માટેનો પણ હોઈ શકે.

જો તમારા પર કોઇ મોબાઇલ ફોન કે ઇ મેલ આવે છે જે તમને ફ્રી કોવિડ ટેસ્ટ કરવા માટે કહે છે. અને જેવું તમે તમારી વિગત જાણકારી આપો છો. તે તમારો ફોન કે કોમ્પ્યુટર હેક કરી લે છે. અને તે પછી તમારી ગોપનીય અને સંવેદનશીલ જાણકારી મેળવીને તે તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે.

ઇન્ડિયા કમ્પ્યૂટર ઇમજર્ન્સી રેસ્પાંસ ટીમે શુક્રવારે જાહેર કરેલી એડવાઇઝરીમાં કહ્યું કે આ રીતના મેસેજ અને મેલ મોટા ફિશિંગ કેમ્પનો ભાગ છે. અને છેતરપીંડી કરીને તે તમને તેવી વેબસાઇટ પર લઇ જાય છે જેનાથી તમારી સિસ્ટમમાં વાયરસ આવી જાય છે. અને તેની મદદથી તમારી જાણકારી પણ મેળવી શકાય છે. આ રીતના ફિશિંગ મેલની આઇડી ncov2019@gov.in જેવી હોય છે. અને સબજેક્ટમાં Free Covid-19 testing for all residents of DElhi, Mumbai, Hyderabad, Chennai and Ahmedabad જેવી વાતો લખેલી હોઇ શકે. આ મેલ ખોલવા પર તમારી જાણકારી માંગવામાં આવે છે.

ભારતીય બેંક પહેલાં જ આ મામલે પોતાના ગ્રાહકોને એલર્ટ કરી ચૂકી છે, વિદેશી બેન્કોએ પણ તેમના ગ્રાહકોને આ મામલે ચેતવણી આપી છે. સરકાર પણ લોકોને આ મામલે સતર્ક કરી ચૂકી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સરકારે પણ આ મામલે માર્ગદર્શિકા જારી કરી છે. સંકટના સમયે મોટા પ્રમાણમાં લોકો ને આ ફિશિંગ ના ભોગ બનાવી રહ્યા છે તેવું ભારત સરકારે કહ્યું છે.

સંકેત-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code