મેઘાલયના રાજ્યપાલના વિવાદીત વેણ: ‘બંગાળી યુવકો કરે છે પોતું અને યુવતીઓ બારમાં છે ડાન્સર’
મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયના એક વિવાદીત નિવેદનથી પશ્ચિમ બંગાળમાં બબાલ સર્જાય છે. તથાગત રોયે કહ્યુ છે કે બંગાળ ક્યારેક મહાન હતું, પરંતુ હવે તેની મહાનતા ચાલી ગઈ છે. તેમણે કહ્યુ છે કે હવે બંગાળી લોકો પોતું કરી રહ્યા છે અને બંગાળી યુવતીઓ બારમાં ડાન્સ કરી રહ્યા છે. રાજ્યપાલ તથાગત રોય કેટલાક રાજ્યોમાં હિંદી ભાષા ભણાવવાને લઈને થઈ રહેલા વિરોધ પર પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યા હતા અને તેને લઈને તેમણે ઘણાં ટ્વિટ કર્યા છે.
તથાગત રૉય પશ્ચિમ બંગાળના વતની છે અને લાંબા સમયથી તેઓ ભાજપમાં છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આના સંદર્ભે એક પછી એક ઘણાં ટ્વિટ કર્યા હતા. તેમણે બંગાળીઓ દ્વારા હિંદી શીખવાના વિરોધને જ્ઞાનની ખામી અને રાજકીય ગણાવ્યા હતા. ટીએમસીએ રાજ્યપાલના આ નિવેદન પર વિરોધ પ્રદર્શન કર્યું છે. સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે હજરા વિસ્તારમાં ધરણાંનું નેતૃત્વ કર્યું હતું.
તથાગત રોયે ટ્વિટ કર્યું હતું કે કોઈ ઘણો મોટો વિરોધ નથી, તેમની બૂમરાણ પાછળ માત્ર રાજકીય કારણ છે. તેમણે કહ્યુ છે કે આસામ, મહારાષ્ટ્ર અને ઓઢિશા રાજ્ય પણ બિનહિંદી ભાષી રાજ્ય છે, પરંતુ તે લોકો હિંદીનો વિરોધ કરી રહ્યા નથી? અન્ય તર્કમાં કહેવામાં આવે છે કે પશ્ચિમ બંગાળ વિદ્યાસાગર, વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર અને નેતાજી (સુભાષચંદ્ર બોઝ)ની ભૂમિ છે, બંગાળીઓએ હિંદી શા માટે શીખવી જોઈએ?
તેમણે કહ્યુ છે કે આ મહાપુરુષો અને વિપક્ષીઓ વચ્ચે હિંદી શીખવાને લઈને શું સંબંધ છે? તથાગત રોયે કહ્યુ છે કે આ દિગ્ગજોનો યુગ હવે ચાલ્યો ગયો છે અને પશ્ચિમ બંગાળની મહાનતા પણ ચાલી ગઈ છે. હવે હરિયાણાથી લઈને કેરળ સુધી, બંગાળી યુવકો ઘરોમાં પોતા કરે છે અને બંગાળી યુવતીઓ મુંબઈના બારમાં ડાન્સ કરી રહી છે. હવે અહીંના યુવક-યુવતીઓ એ કરી રહ્યા છે, જે પહેલા અકલ્પનીય હતું. જો કે તથાગત રોયના આ ટ્વિટ પર ઘણા ટ્વિટર યૂઝર આક્રમક થઈ ગયા હતા. લોકોએ તેમના ઉફર બંગાળીઓ પર વિવાદીત ટ્વિટ કરવાને લઈને પલટવાર કર્યા.
બીજી તરફ ટીએમસીએ તથાગત રોયના આ ટ્વિટના વિરોધમાં આગળ પણ દેખાવ કરવાની યોજના બનાવ છે. મહત્વપૂર્ણ છે કે નવી શિક્ષણ નીતિ હેઠળ ત્રણ ભાષાઓની સ્કૂલોમાં ફરજિયાતપણે ભણાવવાની યોજનાનો દેશના ઘણાં હિસ્સામાં વિરોધ થઈ રહ્યો છે. જો કે વિવાદ બાદ સરકારે હિંદી અનિવાર્ય કરવાની યોજના હટાવી લીધી છે.