- અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ
- સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ફાયદાકારક
- શાકાહારી લોકો માટે કુદરતનું વરદાન
અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ છે. તેમાં અલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે, જે ખૂબ જ ઉપયોગી તત્વ છે. શાકાહારી લોકો માટે તે કુદરતનું વરદાન છે. ઘણા લોકો અખરોટના ગુણધર્મોથી અજાણ છે. અખરોટ તમારા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ખૂબ ફાયદાકારક છે. અખરોટમાં મેગ્નેશિયમ, ફાઇબર, હેલ્ધી ફેટ, વિટામિન ઇ અને ખનિજો સહિત ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. ઉપરાંત, તેનું સેવન ટાઇપ -2 ડાયાબિટીઝના નિયંત્રણમાં પણ મદદ કરે છે. તો ચાલો આપણે જાણીએ તેના આશ્ચર્યજનક ફાયદાઓ.
શરીરમાં ખરાબ કોલેસ્ટરોલ ઘટાડે છે
ઓમેગા -3 ફેટી એસિડવાળા અખરોટ શરીરમાં ખરાબ કોલેસ્ટરોલ ઘટાડે છે, અને બળતરા ઘટાડે છે તેમજ બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. જેના કારણે હાર્ટ રોગોનું જોખમ ઓછું થાય છે.
વજન ઘટાડવા માટે મદદરૂપ
અખરોટ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે તમને એન્ટીઓકિસડન્ટો પણ પ્રદાન કરે છે. અખરોટનાં આ બધા ગુણો સાથે મળીને હૃદયનાં આરોગ્યને પ્રોત્સાહન આપે છે.
પેટના કીડા થઇ શકે છે દૂર
અખરોટનું સેવનથી પેટના કૃમિ દૂર થઈ શકે છે. ગરમ દૂધ સાથે અખરોટનું સેવન કરવાથી પેટના કીડા દૂર થઈ શકે છે.
ધૂટણની પીડાને કરે છે દૂર
ધૂટણની પીડાને દૂર કરવા માટે અખરોટ બહુ ફાયદાકારક સાબિત થશે. અખરોટનું તેલ સાંધા પર લગાવવાથી દુખાવામાં રાહત મેળવી શકો છો.
વિટામિન ઇ અને પ્રોટીનનો સારો સ્રોત
શરીરમાં વિટામિન ઇ અને પ્રોટીનની પૂર્તિ માટે અખરોટનું સેવન કરી શકાય છે. અખરોટ એ વિટામિન ઇ અને પ્રોટીનનો સારો સ્રોત છે.
અખરોટ ક્યારે અને કેવી રીતે ખાવામાં આવે છે
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, અખરોટના બે થી ત્રણ ટુકડા સવારે અથવા સાંજે નાસ્તામાં ખાવા જોઈએ. અખરોટને ખાલી પેટ ન ખાવું જોઈએ કારણ કે અખરોટનું તેલ તમારા પેટમાં બળતરા કરી શકે છે.
_Devanshi