જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ ચાલુ છે. બારામૂલામાં શનિવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થયો છે. જ્યારે છેલ્લા અહેવાલ મુજબ અહીં સર્ચ ઓપરેશન ચાલુ હતું.
ઉત્તર કાસ્મીરના બારામૂલા જિલ્લાના બોનિયારના બુજથલન વિસ્તારમાં શનિવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે શરૂ થયેલું એન્કાઉન્ટર હજી ચાલુ છે. જો કે સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ આતંકી વિદેશી હોવાનું જણાવાઈ રહ્યું છે. જો કે તેની ઓળખ હજી સ્થાપિત થઈ શકી નથી. હાલ અથડામણ ચાલુ છે.
સૂત્રો પ્રમાણે સેના અને એસઓજી બારામૂલાની 6 જેકલાઈની એક સંયુક્ત ટીમે બુજથલન વિસ્તારમાં તલાશી અભિયાન ચલાવ્યું હતું. સુરક્ષાદળોનને આવતા જોઈને આતંકવાદીઓએ ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં એક વિદેશી આતંકી પણ ઠાર થયો છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારની નાકાબંધી કરી છે અને બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે.
શુક્રવારે કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીના અહેવાલ પર આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ થયું હતું. આ અથડામણ કિશ્તવાડના કેશવન જંગલમાં થઈ હતી. આતંકવાદીઓની હાજરીના અહેવાલ પર સેના અને કિશ્તવાડ પોલીસ દ્વારા સંયુક્ત તલાશી અભિયાન ચલાવવામાં આવ્યું હતું.