Site icon Revoi.in

સુરતમાં કોરોના મહામારીને પગલે ડુમસ બીચ ઉપર પ્રવાસીઓ માટે મુકાયો પ્રતિબંધ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વદારે ફેલતું અટકાવવા માટે એસટી સેવાઓ બંધ કરવામાં આવી છે. દરમિયાન શનિવાર, રવિવાર અને જાહેરરજાના દિવસે ડુમસ બીચ લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં કોરોના મહામારી વચ્ચે અનલોકમાં વેપાર-ધંધા શરૂ થતા કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દરમિયાન રજાના દિવસોમાં જાણીતા ડુમસ બીચ ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જેથી કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલાવવાની શકયતાઓને પગલે શનિવાર, રવિવાર અને જાહેરરજાના દિવસે ડુમસ બીચ લોકોની અવર-જવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતભરમાં હજી પણ પર્યટન સ્થળો પર પ્રતિબંધ છે. પરંતુ બીચ પર અવરજવર માટે કોઈ પ્રતિબંધ નથી. આ કારણે દરિયા કિનારે ફરવા આવતા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. આવામાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધુ હોય છે.