ભાજપને 23મેના રોજ પ્રચંડ બહુમત સાથે કેન્દ્રની સત્તામાં પાછા ફરવાને ‘ઐતિહાસિક દિવસ’ ગણાવીને યોગગુરૂ બાબા રામદેવે સોમવારે કહ્યું કે આ દિવસને ‘મોદી દિવસ’ અથવા ‘જનકલ્યાણ દિવસ’ તરીકે ઊજવવામાં આવે. ભાજપે આ વખતે 303 સીટ્સ જીતી જ્યારે કોંગ્રેસ માત્ર 52 સીટ્સ પર સમેટાઈ ગઈ. આ વખતે 542 સીટ્સ પર ચૂંટણી થઈ હતી. ચૂંટણી પરિણામોની જાહેરાત 23મેના રોજ કરવામાં આવી.
રામદેવે અહીંયા પતંજલિના દૂધ અને ડેરી ઉત્પાદનોને લોન્ચ કરવાના કાર્યક્રમમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં કહ્યું, ’23 મે ઐતિહાસિક દિવસ છે. તેને મોદી દિવસ અથવા તો જનકલ્યાણ દિવસ તરીકે ઊજવવો જોઈએ.’ ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી, જવાહરલાલ નહેરૂ અને ઇંદિરા ગાંધી પછી એવા ત્રીડા વડાપ્રધાન છે જેઓ લોકસભામાં પૂર્ણ બહુમત સાથે બીજા કાર્યકાળ માટે સત્તામાં પાછા ફર્યા છે.