1. Home
  2. revoinews
  3. 6 વાગ્યે ચોથીવાર સીએમ બનશે યેદિયુરપ્પા, બહુમતીમાં પણ 6નો ખેલ
6 વાગ્યે ચોથીવાર સીએમ બનશે યેદિયુરપ્પા, બહુમતીમાં પણ 6નો ખેલ

6 વાગ્યે ચોથીવાર સીએમ બનશે યેદિયુરપ્પા, બહુમતીમાં પણ 6નો ખેલ

0
Social Share

બેંગલુરુ: બેંગલુરુ કર્ણાટકમાં શુક્રવારે નવી સરકારની રચના બાદ લગભગ એક માસથી ચાલી રહેલા રાજકીય સંકટના શાંત થવાની આશા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પાએ શુક્રવારે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે અને સાંજે 6 વાગ્યે ચોથી વખત કર્ણાટકના મુખ્યપ્રધાન પદે શપથ લેશે. જો કે આ નવી સરકાર પર પણ સંકટના વાદળો અત્યારથી ઝળુંબી રહ્યા છે.

ગુરુવારે જ સ્પીકર રમેશ કુમારે ત્રણ બળવાખોર ધારાસભ્યોને પક્ષપલ્ટા વિરોધી કાયદ પ્રમાણે અયોગ્ય ઘોષિત કરી દીધા છે. આ સિવાય 14 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર પણ સ્પીકરે હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી. આમ એસેમ્બલીની સ્ટ્રેન્થ હજી પણ 222 બનેલી છે. તેવામાં બહુમતી સાબિત કરવા માટે 112 ધારાસભ્યોનો ટેકો મેળવવો પડશે. જ્યારે તેમની પાસે 106 ધારાસભ્યોનું જ સમર્થન છે.

શપથ બાદ યેદિયુરપ્પાની સામે સૌથી મોટો પડકરા બહુમતી પરીક્ષણમાં પાર ઉતરવાનો હશે. બળવાખોર ધારાસભ્યોએ સ્પષ્ટ કહ્યુ છે કે તેઓ ગૃહમાંથી પોતાના રાજીનામાના નિર્ણય પર અડગ છે. પરંતુ કર્ણાટકની રાજનીતિમાં ચાલી રહેલી ઉથલ-પાથલમાં કોઈ કશું જ દાવા સાથે કહી શકે તેમ નથી. જો કે નવી સરકારની રચના બાદ આ બળવાખોર ધારાસભ્યોનું રાજીનામું મંજૂર થવા પર ગૃહની સ્ટ્રેન્થ ઘટીને 208 થઈ જશે અને તેવી સ્થિતિમાં ભાજપને બહુમતી માટે માત્ર 105 ધારાસભ્યોની જરૂર હશે. આટલી સંખ્યા ભાજપ પાસે છે.

ભાજપે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારના પડયા બાદથી ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો છે. ભાજપ એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે આખરી સમય સુધીમાં કોઈ ગડબડ થઈ શકે નહીં. તે કારણ છે કે મુંબઈમાં કેમ્પ કરી રહેલા કોંગ્રેસ-જેડીએસના બળાખોર ધારાસભ્યો યેદિયુરપ્પાના સીએમ પદે શપથ લીધા બાદ જ બેંગલુરુ માટે રવાના થશે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે કુમારસ્વામી સરકારે વિશ્વાસમત પ્રાપ્ત નહીં કરવાથી બળવાખોર ધારાસભ્યો ઘણાં ખુશ છે.

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ મે માસમાં આવેલા કર્ણાટક વિધાનસભાના પરિણામો બાદ ભાજપ 104 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભર્યું હતું. યેદિયુરપ્પાએ 17 મે, 2018ના રોજ સીએમ પદે શપથ લીધા અને દાવો કર્યો હતો કે તેમની પાસે બહુમતીનો આંકડો છે. પરંતુ 19 મેના રોજ બહુમતી પરીક્ષણના પહેલા તેમણે રાજીનામું આપ્યું હતું. બહુમતી નહીં મળવાને કારણે ભાજપની સરકાર બે દિવસમાં જ પડી ગઈ હતી. બાદમાં કોંગ્રેસના 78 અને જેડીએસના 37 ધારાસભ્યોના ટેકાવાળી કુમારસ્વામીની સરકાર સત્તા પર આવી હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code