અયોધ્યા: પીએમ મોદી રામ મંદિર પરિસરમાં પારિજાતનો છોડ વાવશે
પીએમ મોદી રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનો છોડ વાવશે
પીએમ મોદીને પહેલાથી જ વૃક્ષારોપણ પ્રત્યે છે રુચિ
પારિજાત ના છોડનું છે વિશેષ ધાર્મિક મહત્વ
પીએમ મોદી ટૂંક સમયમાં અયોધ્યામાં પહોંચવાના છે ત્યારે તેઓ ભૂમિ પૂજન ઉપરાંત રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાત નો છોડ પણ વાવશે. આપને જણાવી દઇએ કે પીએમ મોદી વૃક્ષારોપણ ને લઈને ખૂબ જ સક્રિય છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન પણ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને વૃક્ષારોપણ અંગે ટિપ્સ આપી ચૂક્યા છે.
પીએમ મોદી આજે પારિજાતનો છોડ વાવશે.
આ વૃક્ષોને લઈને હિન્દુ ધર્મમાં અનેક માન્યતાઓ પ્રચલિત છે. કહેવાય છે કે ધનની દેવી લક્ષ્મીને પારિજાતના ફૂલો અત્યંત પ્રિય છે. પૂજાપાઠ દરમિયાન લક્ષ્મીજીને આ ફૂલો અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે.
પીએમ મોદી અંદાજે ૧૨ વાગ્યે રામ જન્મભૂમિ પહોંચશે. અહીંયા તેઓ રામ ભગવાનની પૂજા કરશે. તેઓ 12-15 કલાકની આસપાસ પારિજાતના છોડનું વાવેતર કરશે. 12-30 કલાકે તેઓ ભૂમિ પૂજન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પહેલાથી જ વૃક્ષારોપણ પ્રત્યે રુચિ ધરાવે છે. તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી વૃક્ષારોપણ અંગે લોકોને જાણકારી આપતા રહે છે. વર્ષ 2011માં જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ઓછા વરસાદવાળા ક્ષેત્રમાં વૃક્ષારોપણ અંગે ટીપ્સ આપી હતી.
સાહીન-