સન ફાર્માએ લોન્ચ કરી કોરોનાની દવા, જેની કિમત માત્ર આટલા રૂપિયા છે… જાણો
- સન ફાર્માએ લોન્ચ કરી કોરોનાની દવા ફ્લુગાર્ડ
- જેની કિમત માત્ર 35 રૂપિયા છે
- હળવાથી મધ્યમ કોવિડ -19 લક્ષણો ધરાવતા દર્દીઓ માટે અસરકારક
ભારતમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને ભારતનું મેડિકલ સેક્ટર પુરા જોરશોરથી કોરોનાવાયરસની વેકિસન બનાવવા માટે મચી પડ્યું છે. હાલના સમયમાં ભારતમાં મેડિકલ સેક્ટરમાં નામચીન ગણાતી કંપની સન ફાર્માએ હળવા મધ્યમ કોવિડ -19ના લક્ષણો ધરાવતા દર્દીના ઈલાજ માટે જેનેરિક દવા ફેવિપીરાવીરને બ્રેડ નેમ ફ્લુગાર્ડ હેઠળ લોન્ચ કરી દીધી છે. કંપનીએ એક ટેબ્લેટની કિંમત 35 રૂપિયા નક્કી કરી છે. એવિફવીરને સામાન્ય રીતે ફેવિપીરાવીર તરીકે ઓળખાય છે. આ દવા સૌ પ્રથમ 1990 માં જાપાનની એક કંપની દ્વારા બનાવવામાં આવી હતી. રશિયાનું કહેવું છે કે તેના વૈજ્ઞાનિકોએ આ દવામાં થોડો ફેરફાર કર્યો છે. આ સાથે રશિયાએ કહ્યું છે કે, આગામી બે અઠવાડિયામાં તે બધી માહિતી જાહેર કરવામાં આવશે, વૈજ્ઞાનિકો દ્વારા આ દવામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે.
સિપ્લા પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે કોરોનાની દવા
દવા કંપની હેટેરો લેબ્સ ગયા અઠવાડિયે ‘ફેવિવીર’ બ્રાન્ડ નામથી એન્ટિવાયરલ ડ્રગ ફેવિપિરાવીર ભારતમાં લોન્ચ કરી હતી. કંપનીએ એક ટેબ્લેટની કિંમત 59 રૂપિયા રાખી છે. આ સિવાય સિપ્લા પણ ટૂંક સમયમાં આ દવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
ક્લિનિકલ ટ્રાયલમાં ફેવીપિરાવિર સારા પરિણામ મળ્યા છે. આ દવા ઓછા અને મધ્યમ સ્તરના સંક્રમણની સારવારમાં અસરકારક સાબિત થઈ છે. સીએસઆઈઆરએ દેશમાં ઉપલબ્ધ કેમિકલ્સનો ઉપયોગ કરીને આ દવા માટે એક એક્ટીવ ફાર્માસ્યુટિકલ ઘટક તૈયાર કરી છે. ત્યારબાદ તેણે દવાના ઉત્પાદન માટે તે સિપ્લાને આપી.