ટાઈગર શ્રોફ-દિશા પાટણીના રિલેશનને લઈને પિતા જેકી શ્રોફે આપ્યો કંઈક આવો જવાબ, બહેન કૃષ્ણાએ પણ ભાઈનો પક્ષ લીધો
- ટાઈગર શ્રોફ અને દિશા પાટણી એકબીજાને કરી રહ્યા છે ડેટ
- પિતાને આ અંગે પૂછવામાં આવતા જેકી શ્રોફે કહ્યું કે તે 25ની ઉમરથી કરે છે ડેટ
- પિતાએ નવાઈ ન આપતા આશ્ચર્ય જનક જવાબ આપ્યો
મુંબઈઃ- બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ કોઈની ઓળખનો મોહતાઝ નથી, ખૂબ જ નાની વયે બોલિવૂડમાં ખાસ સ્થાન બનાવ્યું છે, છેલ્લા ઘણા સમયથી તેના રિલેશનની ચર્ચાઓ દિશા પાટણી સાથે થઈ રહી છે, આ બન્ને એકબીજા ડેટ કરી રહ્યા છે,તેનું નામ દિશા પટાણી સાથે જોડવામાં આવ્યું છે, જોકે આ બન્ને માંથી કોઈ એક એ પણ આ બાબતે ખુલાસો કર્યો નથી.
હજુ સુધી ખુલાસો કરીને તેમના અફેરને સ્વીકાર્યું નથી. હવે જેકી શ્રોફે પોતાના પુત્રના સંબંધની સ્થિતિ વિશે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું હતું કે ટાઇગર 25 વર્ષની ઉંમરથી ડેટિંગ કરી રહ્યો છે. જોકે તેણે દિશા પટાણીનું નામ લીધું નથી.
બોલિવૂડ બબલને આપેલા ઇન્ટરવ્યુમાં, જેકી શ્રોફે જણઆવ્યું હતું કે, ‘મારા પુત્ર એ 25 વર્ષની ઉંમરે ડેટિંગ શરૂ કરી હતી અને તેઓ ખરેખર સારા મિત્રો છે. ભવિષ્ય માટે તેણે શું યોજના બનાવી છે તે વિશે મને ખબર નથી પરંતુ એક વાત હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ટાઇગર તેના કામ પ્રત્યે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે છે. મારા માટે, તેનું કામ પહેલા બીજુ કંઈ નહી , ન તો તેની માતા, ન પિતા, ન બહેન કે ગર્લફ્રેન્ડ. કામ જ માત્ર મહત્વની બાબત છે. કોઈ પણ તેના કામની વચ્ચે આવી શકશે નહીં. તે તેના કામ પર ઘણું ધ્યાન આપે છે જે એક સારી બાબત છે.
આ ઈન્ટર્વ્યૂમાં ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફે કહ્યું કે ‘હું મારા ભાઈને લઈને એટલી જ પ્રોટેક્ટિવ છું જેટલું હું હોઈ શકું પણ અંતે તે એડલ્ટ છે અને તે પોતાના નિર્ણયો લઈ શકે છે. અને મને લાગે છે કે તે જાણે છે કે શું સાચું છે. તે ખરેખર ખૂબ જ બુદ્ધિમાન છે અને તે એજ કરે જેનાથી તેને ખુશી મળે છે અને અમને ખુશી મળે છે. મને નથી લાગતું કે મારા ભાઈને કોઈ સલાહની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, દિશા પાટણી અને ટાઇગર શ્રોફના પરિવાર વચ્ચે ખૂબ સારી બોન્ડિંગ જોવા મળે છે. દિશા,કૃષ્ણા શ્રોફ અને ટાઇગરની માતા આયેશા શ્રોફ સાથે ઘણી વખત જોવા મળી છે. તાજેતરમાં જ ટાઇગર અને કૃષ્ણા બંનેએ દિશાનો જન્મદિવસ ઉજવ્યો હતો