અશ્વગંધા: એવી વનસ્પતિ કે થોડા સમયમાં કરે છે રોગને દુર
- અશ્વગંધા એક ઓષધીય વનસ્પતિ
- અશ્વગંધા છે અનેક રીતે લાભદાયક
- અનેક રોગોને કરે છે ચપટીઓમાં દૂર
અશ્વગંધા એક ઓષધીય વનસ્પતિ છે, જે શરીરને અંદરથી અને બહારથી સાજા કરવાનું કામ કરે છે. તેમાં ઘણાં વિટામિન,ખનિજો અને પૌષ્ટિક તત્વો છે,જે શરીરના વિકાસમાં મદદ કરે છે. આનું સેવન રોગોથી બચવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરને એનર્જી પણ મળે છે.
અશ્વગંધાનો ઉપયોગ હતાશા ઘટાડવા માટે થાય છે. તે તમને શાંત રાખે છે. અને શરીરમાં એન્ડોર્ફિનને રીલીઝ કરે છે. તેનું સેવન કરવાથી તમે તાણથી દૂર રહેશો.
તણાવમાંથી આપે છે મુક્તિ
અશ્વગંધા શરીરમાં કોર્ટિસોલના સ્તરને અસર કરે છે. કોર્ટિસોલ એ સ્ટ્રેસ હોર્મોન છે. આ શરીરમાં કોર્ટિસોલનું સ્તર ઘટાડવાનું કામ કરે છે,જેના કારણે તમે તણાવથી દૂર રહેશો.
હાડકાં અને સ્નાયુઓની તાકાત વધારે છે
અશ્વગંધા શરીરમાં માંસપેશીઓની શક્તિ વધારવાનું કામ કરે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોએ તેનું સેવન કરવું જોઈએ. વજન ઘટાડવા સાથે,તે શરીરમાં ચરબીનું પ્રમાણ ઘટાડવાનું પણ કામ કરે છે.
ઈમ્યુનીટી વધારે છે
અશ્વગંધા રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરમાં સ્ટેમિના વધારવાનું કામ કરે છે. આને કારણે શરીર શારીરિક અને માસિક સ્તર પર સ્વસ્થ રહે છે
સુગર લેવલને નિયંત્રિત કરે છે
અશ્વગંધા શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારવાનું કામ કરે છે, જેના કારણે શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે અશ્વગંધાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. તે તમારા શરીરમાં સુગર લેવલ ઘટાડવાનું કામ કરે છે.
-દેવાંશી