1. Home
  2. revoinews
  3. આર્ટિકલ 370ના વિરોધમાં 1952થી 2019 સુધી RSS-BJP દ્વારા લડાયેલા રાજકીય યુદ્ધનો ચિતાર
આર્ટિકલ 370ના વિરોધમાં 1952થી 2019 સુધી RSS-BJP દ્વારા લડાયેલા રાજકીય યુદ્ધનો ચિતાર

આર્ટિકલ 370ના વિરોધમાં 1952થી 2019 સુધી RSS-BJP દ્વારા લડાયેલા રાજકીય યુદ્ધનો ચિતાર

0
Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને સમાપ્ત કરવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ મુખ્ય મુદ્દાઓમાંથી એક છે. બાકીના બે મુદ્દા યુનિફોર્મ સિવિલ કોડ અને રામમંદિર છે. આરએસએસ આ અનુચ્છેદને હટાવવાની માગણી કરતા હંમેશા એ કહી રહ્યું છે કે અનુચ્છેદ-370 કાશ્મીરને ભારતથી અલગ કરે છે. કાશ્મીર પર સંઘ પરિવારની આ કવાયત દશકાઓ જૂની છે.

પચાસના દશકથી લઈને આજ સુધી આરએસએસના અખિલ ભારતીય કાર્યકારી મંડળ, અખિલ ભારતીય પ્રતિનિધિ સભા અને કેન્દ્રીય કાર્યકારી મંડળે પોતાની વાર્ષિક બેઠકોમાં કાશ્મીર પર કુલ 51 પ્રસ્તાવો પારીત કર્યા છે. તેમાના માટોભાગના પ્રસ્તાવોમાં અનુચ્છેદ-370ને સમાપ્ત કરવાની માગણી કરવામાં આવી છે. સોમવારે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ભલે અનુચ્છેદ-370 સંપૂર્ણપણે સમાપ્ત થઈ ન હોય, પરંતુ હવે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત થઈ ચુક્યો છે.

જ્યાં સુધી રાજ્યના વિભાજનનો સવાલ છે, આરએસએસએ 1995માં આ વિચારનું સમર્થન કર્યં અને પોતાના પ્રસ્તાવમાં માગણી કરી હતી કે જમ્મુ ક્ષેત્રને સ્વાયત્ત ક્ષેત્રનો દરજ્જો મળે. બાદમાં 2002માં આરએસએસએ રાજ્યના વિભાજનની માગણીને લઈને પ્રસ્તાવ પણ પારીત કર્યો હતો. જો કે આરએસએસ તરફથી આવી કોઈ પહેલ સૌથી પહેલા 1952માં થઈ હતી. આરએસએસના કેન્દ્રીય કાર્યકારી મંડળની બેઠકમાં કાશ્મીર પર એક પ્રસ્તાવ પારીત થયો હતો, જેમાં પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સમજૂતીની નિંદા કરવામાં આવી તથા કહેવામાં આવ્યુ કે કાશ્મીર ખીણમાં ખુલ્લેઆમ આક્રમકતા ચાલુ છે.

1953માં ભારતીય જનસંઘના નેતા બલરાજ મધોકના સંગઠન જમ્મુ-કાશ્મીર પ્રજા પરિષદે એક અભિયાન શરૂ કર્યું હતું. કાશ્મીરને ભારતમાં સંપૂર્ણપણે સામેલ કરવાની માગણીને લઈને અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં એક પ્રસ્તાવ પણ પારીત કરવામાં આવ્યો હતો. બાદમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીનું 23 જૂન, 1953ના રોજ શ્રીનગર જેલમાં શંકાસ્પદ હાલતમાં નિધન થયુ હતું. તેઓ કાશ્મીરના વિશેષ દરજ્જાનો વિરોધ કરી રહ્યા હતા. આર્ટિકલ-370ને લઈને તેમના આખરી પ્રદર્શનોમાં જનસંઘનો મુખ્ય નારો હતો- એક દેશમાં બે વિધાન, બે પ્રધાન, બે નિશાન નહીં ચાલે.

1964માં અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ એક પ્રસ્તાવ પારીત કર્યો, તેનું શીર્ષક હતું- ભારતની કાશ્મીર નીતિ, તેમા કહેવામાં આવ્યું હતું કે બંધારણમાં અસ્થાયી જોગવાઈ તરીકે સામેલ કરવામાં આવેલા આર્ટિકલ-370ને તાત્કાલિક સમાપ્ત કરવો જોઈએ અને અન્ય રાજ્યની જેમ જ કાશ્મીરની સાથે વ્યવહાર થવો જોઈએ.

1982માં જમ્મુ-કાશ્મીર સરકારે એક બિલ પારીત કર્યું, જેમાં પાકિસ્તાન ચાલ્યા જનારા તમામ કાશ્મીરી મુસ્લિમોને કાશ્મીર પાછા ફરવા અને તેમને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ હતી. બાદમાં આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ એક પ્રસ્તાવ પારીત કર્યો, જેમાં તેમણે કહ્યુ હતુ કે કાશ્મીરની વિધાનસભા આર્ટિકલ-370નો ઉપયોગ કરીને ભાગલાવાદી અને કોમવાદી મનસૂબાને પુરા કરી રહી છે. આ અનુચ્છેદને સમાપ્ત કરવો જોઈએ.

1995માં એબીકેએમએ માગણી કરી કે જમ્મુ ક્ષેત્રને સ્વાયત્ત કાઉન્સિલનો દરજ્જો આપવો જોઈએ. 1996માં એક પ્રસ્તાવમાં એબીકેએમએ કહ્યુ કે અસ્થાયીપણે લાવવામાં આવેલો આર્ટિકલ 370 સંપૂર્ણપણે નિરર્થક થઈ ગઈ છે. 2000માં જ્યારે ભાજપ કેન્દ્રની સત્તામાં પહોંચ્યું, તો જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ એક પ્રસ્તાવ પાસ કરીને સ્વાયત્તતાની માગણી કરી હતી. આરએસએસના અખિલ ભારતીય કાર્યકારી મંડળે એક પ્રસ્તાવને પારીત કરીને કહ્યુ કે આવી પરિસ્થિતિ આવત નહીં, જો આર્ટિકલ-370 સમાપ્ત કરી દેવામાં આવે.

2002માં સંઘના એબીકેએમએ એક પ્રસ્તાવને પારીત કરીને તેમા કહ્યુ કે જમ્મુના નાગરિકોને લાગે છે કે તેમની સમસ્યાઓનો ઉકેલ જમ્મુ ક્ષેત્ર માટે અલગ રાજ્યનો દરજ્જો આપવામાં રહેલો છે. તો 2010માં આ મામલા પર આખરી પ્રસ્તાવ અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ પારીત કર્યો હતો. તેમા કહેવામાં આવ્યું કે આર્ટિકલ 370 જે બંધારણમાં અસ્થાયીપણે સામેલ કરવામાં આવી છે, તે રદ્દ કરવાને સ્થને આ ભાગલાવાદી તત્વોને હથિયાર બની ગઈ છે. જો કે 2014માં ભાજપની પૂર્ણ બહુમતીની સરકાર આવ્યા બાદ આરએસએસની તરફથી પોતાની બેઠકોમાં કોઈ પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code