નવી દિલ્હી: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માટે ઘણાં દશક પહેલા પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી હકીકતમાં બદલવામાં આવી રહ્યો છે અને આ રેસમાં સૌથી પહેલું નામ આર્મી ચીફ જનરલ બિપિન રાવતનું છે. તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે.
સીડીએસની પાસે સૈન્ય સેવાનો અનુભવ અને ઉપલબ્ધિઓ હોવી જરૂરી છે, કારણ કે તેઓ ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખ હશે. આ સિવાય તેમની જવાબદારી દેશની સેનાઓને હાલના પડકારોને અનુરૂપ તૈયાર રાખવી અને ભવિષ્યના પડકારો માટેની રૂપરેખા તૈયાર કરવાની હશે. આ પદની જવાબદારી ભૂમિસેના, નૌસેના અથવા વાયુસેનાના પ્રમુખને અપાઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ 73મા સ્વતંત્રતા દિવસ પર ઘોષણા કરી છે કે ત્રણેય સૈન્ય પ્રમુખોની ઉફર એક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદનું સર્જન કરવામાં આવશે. તેના પછી સૌની નજર સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત પર ટકેલી છે. આ પદનું સર્જન, કાર્યો અને રીતભાતને સુનિશ્ચિત કરવા માટે એક શીર્ષસ્થ સ્તરની કમિટીની રચના થશે. આ વર્ષના અંત સુધી આ કમીટી પોતાનું કામ કરશે.
1999માં કારગીલ યુદ્ધને લઈને હાઈલેવલ કમિટી દ્વારા દેશની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી અને કમિટીએ ઘણાં સૂચનોની સાથે એક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પણ સલાહ આપી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણેય સેનાઓની વચ્ચે તાલમેલ સ્થાપિત કરવો અને સૈન્ય મામલાઓ પર સરકાર માટે સિંગલ પોઈન્ટ સલાહકાર તરીકે કામ કરવાની જવાબદારી સોંપવાનું સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ આ મામલામાં નિર્ણય રાજદ્વારી પેચને કારણે ફસાયેલો હતો.
તેના પછી 2012માં નરેશચંદ્ર ટાસ્કફોર્સે બે વર્ષના કાર્યકાળવાળા ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેનનો પ્રસ્તાવ આપ્યો. હાલમાં તેમના હેઠળ ત્રણેય સૈન્ય ચીફ આવે છે, તેમા સૌથી વરિષ્ઠ ચેરમેન તરીકે કામ કરે છે.
મહત્વપૂર્ણ છે કે સ્વતંત્રતા બાદથી જ ભારતમાં આર્મી, નેવી અને એરફોર્સ માટે એક કમાન્ડરના પદની જરૂરિયાત રહેલી છે. જ્યારે ભારતમાં બ્રિટિશ શાસન હતું, ત્યારે ભારતના કમાન્ડર ઈન ચીફ ફીલ્ડ માર્શલ ક્લાઉડ આચિનલેક હતા. તેમની પાસે ત્રણેય સેવાઓના અધિકાર હતા. તેમને સુપ્રીમ કમાન્ડરનું ટાઈટલ આપવામાં આવ્યું હતું.