1. Home
  2. revoinews
  3. ‘અનુપમા’ ઉર્ફ રુરાલી ગાંગુલી કાવ્યાના ફાધરઈન લૉ અટલે કે મિથુન સાથે બોલિવૂડની  ફિલ્મમાં કરી ચૂકી છે એકટિંગ
‘અનુપમા’ ઉર્ફ રુરાલી ગાંગુલી કાવ્યાના ફાધરઈન લૉ અટલે કે મિથુન સાથે બોલિવૂડની  ફિલ્મમાં કરી ચૂકી છે એકટિંગ

‘અનુપમા’ ઉર્ફ રુરાલી ગાંગુલી કાવ્યાના ફાધરઈન લૉ અટલે કે મિથુન સાથે બોલિવૂડની  ફિલ્મમાં કરી ચૂકી છે એકટિંગ

0
Social Share
  • અનુપમા એ મીથન સાથે કરી છે ફિલ્મ
  • અંગારા ફિલ્મમાં અનુપમા ઉર્ફ રુપાલી ગાંગુલી મિથુનની હિરોહીન બની હતી

 

મુંબઈઃ- સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ અનુપમા માં તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીઅનુપમાના સેટ પર પહોંચ્યો હતો. આ શોમાં તેમની પુત્રવધૂ મદાલસા શર્મા કે જે  કાવ્યાની ભૂમિકા નિભાવી રહી છે. મિથુનને મળ્યા બાદ રૂપાલીએ ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ કરી છે. રુપાલીએ તેની જૂની યાદોને તાજી કરી હતી.

આ પોસ્ટ શેર કરતા વખતે  રૂપાલી ગાંગુલીએ લખ્યું છે કે હિરોઇન તરીકેની તેની પહેલી ફિલ્મ મિથુન સાથે હતી. બહુ ઓછા લોકોને યાદ હશે કે રૂપાલીએ મિથુન સાથે ફિલ્મ ‘અંગારા’ માં કામ કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન રૂપાલીના પિતા અનિલ ગાંગુલીએ કર્યું હતું.

રૂપાલી અટલે કે આપણી અનુપમા ફિલ્મ ‘અંગારા’ માં મિથુનની હિરોઇનના રોલમાં જોવા મળી હતી. તેણે પોસ્ટમાં લખ્યું છે કે તે તેના પિતા અને મિથુન એ તેને ઓ ફિલ્મના સેટ્સ પર ઠપકો આપતો હતો. રૂપાલીએ પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે મિથુને તેની એક્ટિંગને સીરીયસલી ન લેવા બદલ તેને ઘણી વખત ઠપકો આપ્યો હતો. આ ફિલ્મ વર્ષ 1996 માં આવી હતી.જેમાં રુપાલી ખૂબ નાની ઉંમરની માસુલ કલાકાર જોવા મળે છે.

રૂપાલી ગાંગુલીએ ‘અંગારા’, દો આંખેં 12 હાથ, ‘સત્રંગી પેરાશૂટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ‘સાહેબ’ અને ‘મેરા યાર મેરા દુશ્મન’ ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી.હાલ રુપાલી અનુપમા સિરિયલથી ઘર ઘરમાં જાણીતી એક્ટ્રેસ બની છે, તેના ચાહકોની સંખ્યા દિવસેને દવસે વધી રહી છે,ઉલ્લેખનીય છે કે આ સિરિયલમાં કાવ્યનો રોલ પ્લે કરી રહેલી મદાલસા ખરેખરમાં મિથુનના પુત્રની વાઈફ એટલે કે મિથુનની પુત્રવધુ છે,આ શો ટીઆરપીમાં હંમેશા બાજી મારે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code