દેશભરના અનેક રાજ્યોમાં ઘણા દિવસોથી વરસાદનું કહેર વરસતા પૂરની સ્થિતી સર્જાય હતી જેમાં મહારાષ્ટ્ર, ગોવા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કેરલ રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે રેસ્ક્યૂ કરીને લોકોને બચાવવાની કામગીરી પણ કરવામાં આવે છે, ત્યારે મનમાં સવાલ થાય કે બચાવનારા ને શું પોતાના જીવ વ્હાલા નહી હોય, પણ ખરેખર આવા અનેક વિડિયો જે સોશિયલ મિડિયામાં વાયરલ થયા છે, જેને જોઈને જ લાગી રહ્યુ છે કે એનડીઆરએફ ટીમ હોય ,પોલીસના જવાન હોય, નૌ સેના ના જવાન હોય કે પછી સેના હોય દરેકે પોતાની જીન્દગીને દાવ પર લગાવીને લોકોના જીવ બચાવ્યા હતા, જેના વિડિયો વાયરલ થતા જ લોકો તેમની વાહ વહી કરી રહ્યા છે.
પૂરમાંથી લોકોને બચાવનારા જવાનો પોતાની પરવાહ કર્યો વિના લોકોને બચાવે છે ,કેટલાક વિડિયોમાં લોકો સેનાના જવાનને પગે લાગી રહ્યા છે તો કોઈ તેમને સલામ કરી રહ્યુ છે, આ દરેક જવોનોને ખરેખર લાખો સલામ છે તેમણે ખરા અર્થમાં દેશભક્તિ સાર્થક કરી બતાવી છે.
ગુજરાત પોલીસનો એક જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે જેમણે પોતાના ખભા પર બે બાળકોને બેસાડીને પૂરના પાણીમાંથી બચાવી લીધા હતા. આ વીડિયો ગુજરાતના રાજકોટ પાસેના મોરબીનો છે,પૃથ્વીરાજે પોતાની ચિંતા કર્યો વગર તેના ખભા પર બન્ને બાળકીને બેસાડી છે અને પૂરના પાણીના પ્રવાહમાંથી તેઓને બહાર લઈ જઈ રહ્યા છે,છેલગભગ 1.5 કિલોમીટર પાણીનો પ્રવાસ કરી સલામત રીતે આ બાળકીઓને સહીસલામત પહોચાડી હતી.
હાલ થોડા સમય પહેલા જ ગુજરાતનું વડોદરા પૂરમાં ડૂબ્યુ હતુ ત્યારે એક ખુબજ સરસ ફોટો વાયરલ થયો હતો જેમાં એક સબ-ઇન્સ્પેક્ટર જી.કે.ચાવડાએ એક માસની માસુમ બાળકીને પોતાના માથા પર એક ખાલી ટબમાં મૂકીને તેને પૂરમાંથી બચાવી બહાર લઈ જઈ રહ્યા છે,આ દ્રશ્ય જોઈને આધૂનિક વાસુદેવના દર્શન થયા હતા
ત્યારે આવો જ એક વીડિયો કેરળના પલક્કડ જિલ્લામાંથી સામે આવ્યો છે જ્યાં એક સગર્ભા સ્ત્રીને રાહત અને બચાવ ટીમે દોરડા અને પટ્ટાની મદદથી નદી પાર કરાવીને સલામત સ્થળે પહોંચાડી હતી. જ્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરથી પણ એક આવો જ ફોટો સામે આવ્યો છે જેમાં પૂરમાં ફસાયેલી મહિલાને બચાવ્યા બાદ સૈનિકો બોટમાં સવાર હતા તે દરમિયાન મહિલાએ સેનાના જવાનના પગને સ્પર્શ કર્યો અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ,આ વિડિયો પણ સોશિયલ મિડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક વૃદ્ધ મહિલાના ચહેરા પર અદભૂત સ્મિત જોવા મળ્યું હતું જ્યારે જવાનોએ તે મહિલાને પૂરમાંથી બહાર કાઢી હતી અને તેને સલામત સ્થળે લઈ ગયા હતા
જ્યારે કેરળમાંથી પણ એક આજ પ્રકારનો ફોટો આવ્યો હતો, જેમાં જ્યાં પૂરમાં એક નાના બાળકને એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યો હતો અને જવાનો આગળનો રસ્તો બતાવતા બતાવતા આગળ ભાગતા હતા.
કર્ણાટકમાં એનડીઆરએફની ટીમનું રેસ્ક્યૂ ઓપરેશનનો એક વિડિયો સામે આવ્યો હતો,જેમાં કર્માચારીઓ કેટલાક બાળકોને દોરડા વડે બહાર કાઢી રહ્યા હતા.
ત્યારે ગુજરાતના સુરેન્દ્ર નગરના એક ઘરમાં પાણી ભરાયો હોવાને કારણે સતત ત્રણ દિસવથી એક પરિવાર ઘરમાં જ બંધ હતુ ત્યારે જવાનોએ તેમની મદદ કરી તેમને આ પાણી ભરેલા ઘરમાંથી સહી સલામત બહાર ખસેડ્યા હતા.
મહારાષ્ટ્રના કોલ્હાપુરથી પણ એક ફોટો વાયરલ થયો હતો જેમા ખૂબજ પૂર હતું ,જેમાં સુનસામ વિસ્તારમાં જવાનોએ પૂરમાંથી ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા.