દિલ્હીના સોનિયા વિહારમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે,જો કે ફાયર વિભાગને સુચના મળતા ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ હાજર થઈ ગઈ હતી, અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા,જો કે હજુ સુધી આગ કયા કારણથી લાગી છે તે જાણવામાં સફળતા મળી નથી.આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.
દિલ્હી સ્થિત સાનિયા વિહારના કેમિકલ ગોદામમાં શુક્રવારના રોજ અચાનક આગ લાગવાની ઘટના બની હતી,ગોદામમાં ધુમાડા નિકળતા જોઈને લોકોએ ફાયર વિભાગ અને પાલીસને સુચના આપી હતી,ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
જ્યારે આ આગની ઘટના બની હતી ત્યારે કર્મચારીઓ ત્યા હાજર હતા,જો કે આગથી કોઈ પણ કર્મચારીને નુકશાન થયું નથી કારણ કે આસપાસના લોકોની મદદથી અને ફાયર વિભાગની ટીમના કારણે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.