1. Home
  2. revoinews
  3. બીગ બીએ કેબીસી 12નું શૂટિગ શરૂ કર્યું
બીગ બીએ કેબીસી 12નું શૂટિગ શરૂ કર્યું

બીગ બીએ કેબીસી 12નું શૂટિગ શરૂ કર્યું

0
Social Share
  • અમિતાભ બચ્ચને કેબીસી 12નું શુટિંગ કર્યું શરૂ
  • ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો ફોટો શેર
  • ક્રૂ મેમ્બર પી.પી.ઇ કીટમાં નજરે જોવા મળ્યા

મુંબઈ: બોલિવુડ એકટર અમિતાભ બચ્ચને કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ ફરીથી સેટ પર વાપસી કરી છે. તેણે લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અમિતાભે શૂટિંગ સેટ પરથી એક ફોટો પણ શેર કર્યો છે… આ ફોટામાં જોવા મળી રહ્યું છે કે સેટ પર સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત છે… જેમાં ક્રૂ મેમ્બર પી.પી.ઇ કીટમાં નજરે પડી રહ્યા છે…

અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ એક કોલાજ પિક્ચર છે, જેમાં ઉપર કેબીસી -12 ના સેટ પર લોકો જોવા મળી રહ્યા છે, જયારે અમિતાભે નીચે તેનો ફોટો શેર કર્યો છે…

https://www.instagram.com/p/CEPhKaxB9w7/?utm_source=ig_embed

ફોટો શેર કરતા અમિતાભે લખ્યું કે,’આ કામ પર વાપસી છે … પીપીઈના વાદળી સમુદ્રમાં … કેબીસી-12 … 2000માં શરૂ થયો હતો અને આજે વર્ષ 2020 છે.. 20 વર્ષ! હેરાન છું .. આ એક જીવનભરનો સમય છે. આ અગાઉ પણ બિગ બીએ ટવિટ કરીને પોતાના કામની શરૂઆત વિશે જણાવ્યું હતું.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે… તે સોશિયલ મીડિયા પર પોતાના ફેંસ સાથે રસપ્રદ પોસ્ટ શેર કરતા જોવા મળે છે… તો બીજી તરફ તેમના ફોલોઅર્સ પણ તેમના પોસ્ટની રાહ જોતા હોય છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code