નવી દિલ્હી: સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં આજે સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે. તેના પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન 2019 બિલ રજૂ કરશે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીર અનામત અધિનિયમ 2004માં સંશોધન કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન 2019 દ્વારા આંતરરાષ્ટ્રીય સીમા પાસે રહેતા લોકોને પણ વાસ્તવિક નિયંત્ર રેખા પાસે રહેનારા લોકોની જેમ જ અનામતનો લાભ મળી શકશે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા માટે દશ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ દ્વારા લગાવવામાં આવેલા અનુચ્છેદ-356ને ચાલુ રાખવાના પ્રસ્તાવ પર ચર્ચા માટે ત્રણ કલાકનો સમય રાખવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીર સરકારે ગત મહીને હજારો કાશ્મીરી પંડિતોને મોટી રાહત આપતા રાજ્યના લોકોના ઘણાં વર્ગોને અનામત સર્ટિફિકેટ જાહેર કરવાના નિયમોમાં સંશોધનની ઘોષણા કરી હતી. હાલના નિયમો પ્રમાણે, પછાત ક્ષેત્રોના નિવાસીઓ, નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા નજીક રહેતા કોઈપણ વ્યક્તિને શાસકીય ફાયદો ત્યારે મળી શકે છે કે જ્યારે તેઓ પછાત ક્ષેત્રના રૂપમાં ચિન્હિત જગ્યા પર 15 વર્ષોથી રહેતા હોય.
આનાથી હજારો વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને અનામતનો લાભ મળી રહ્યો નથી, કારણ કે 1990ની આસપાસ આતંકવાદીઓની ધમકીના કારણે તેમને પોતાના ઘરોને છોડવા પડયા હતા. અનામતના નિયમોમાં થયેલું સંશોધન કહે છે કે કોઈ વ્યક્તિ જે પછાત ક્ષેત્રો, નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાથી સુરક્ષા કારણોથી ચાલ્યા ગયા હોય, તેમને અનામતના ફાયદાથી વંચિત કરી શકાય નહીં.
સરકાર દ્વારા ચિન્હિત પછાત ક્ષેત્રોમાં રહેતા હજારો પ્રવાસી પંડિતોને તે ક્ષેત્રમાં પંદર વર્ષ સુધી રહેવાની બાધ્યતાના કરણે અનામતનો ફાયદો મળી રહ્યો નથી. પછાત ક્ષેત્ર, એલઓસી અને આઈબીની નજીકના વિસ્તારોમાં રહેતા નિવાસીઓને સારી સુવિધાઓ મળે છે, તેમને સકારી નોકરીઓમાં અનામત અને પદોન્નતિ તથા સબસિડીનો ફાયદો મળે છે.