

નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળશે પ્રધાન પદ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અમિત શાહને શુભેચ્છા પાઠવી છે. અમિત શાહ નાણાં પ્રધાન બને તેવી શક્યતા છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અમિત શાહને પ્રધાન બનવા માટે શુભેચ્છા પાઠવી છે.
વાઘાણીએ ટ્વિટ કર્યું છે કે પ્રધાનમંત્રી શ્રી @narendramodiજીના નેતૃત્વમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં મજબૂત સાથી તરીકે સામેલ થવા બદલ અમારા પથદર્શક અને માર્ગદર્શક શ્રદ્ધેયશ્રી @AmitShahજી સાથે શુભેચ્છા મુલાકાત અને શુભકામાના આપી.
प्रधानमंत्री श्री @narendramodiजी के नेतृत्व में केन्द्रीय मंत्री मंडल में मजबूत साथी के रूप में सामेल होने पर हमारे पर्थदर्शक एवं मार्गदर्शक श्रध्देय श्री @AmitShahजी से शुभेच्छा मुलाकात की और शुभकामनाएं दी। pic.twitter.com/ckzJKEeBA9
— Jitu Vaghani (@jitu_vaghani) May 30, 2019
ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પાંચ લાખથી વધારે વોટથી જીતીને લોકસભામાં પહોંચ્યા છે.
પુરોગામી સરકારમાં નાણાં મંત્રાલયની જવાબદારી અરુણ જેટલીના ખભા પર હતી. પરંતુ મોદી સરકારના બીજા કાર્યકાળમાં જેટલી ખરાબ સ્વાસ્થ્યને કારણે પ્રધાનમંડળમાં સામેલ થવા માંગતા નહીં હોવાનો તેમણે પત્ર લખ્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ જેટલીના નિવાસસ્થાને જઈને તેમના ખબરઅંતર જાણ્યા હતા.
મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં જેટલીએ નાણાં મંત્રાલય સિવાય સંરક્ષણ મંત્રાલયની જવાબદારી પણ ઉઠાવી હતી. અરુણ જેટલીએ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નોટબંધી અને જીએસટી જેવા ઐતિહાસિક નિર્ણયોમાં મોટી ભૂમિકા નિભાવી હતી.