સતત બીજી વખત ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યું છે. ભાજપની જંગી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યમથક પર પહોંચ્યા હતા. તેમની સાથે સુષ્મા સ્વરાજ, શિવરાજસિંહ ચૌહાન, જે. પી. નડ્ડા, રાજનાથસિંહ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ભાજપના મુખ્યમથકમાં હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું હતું. અહીં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા છે.
પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યુ છે કે આજે દેશની અંદર આઝાદી બાદ સૌથી ઐતિહાસિક વિજય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને પ્રાપ્ત થયો છે. આ આપણા માટે ગૌરવની વાત છે. પાંચ વર્ષની અંદર નરેન્દ્ર મોદીની સરકારે દેશના 28 કરોડ ગરીબ પરિવારોના જીવનસ્તરને ઉપર ઉઠાવવા માટે સાર્થક પગલા ઉઠાવ્યા છે. દેશના 17 રાજ્યોની જનતાએ 50 ટકાથી વધારે આશિર્વાદ ભાજપને આપ્યો છે.
અમિત શાહે કહ્યુ છે કે આ દેશની જનતાનો વિજય છે. આ ભાજપના 11 કરોડ કાર્યકર્તાઓના કઠિન પરિશ્રમનો વિજય છે. આ વિજય ભાજપની મોદી સરકાર, જેણે 2014થી 2019 સુધી સૌનો સાથ સૌના વિકાસની નીતિ પર કામ કર્યું, તે નીતિનો વિજય છે.
અમિત શાહે કહ્યુ છે કે ઘણાં અર્થમાં આ જીત ઐતિહાસિક છે. 50 વર્ષ બાદ પહેલીવાર દેશમાં પૂર્ણ બહુમતીથી શાસન કરનારા વડાપ્રધાન, ફરીથી પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ સમ્માન અમે સૌથી લોકપ્રિય નેતા, ભાજપના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીને મળે છે.
અમિત શાહે કહ્યુ છે કે પાંચ વર્ષની અંદર મોદી સરકારે દેશના 50 કરોડ ગરીબોના જીવનસ્તરને ઉઠાવવા માટે આઝાદીના 70 વર્ષ બાદ પહેલીવાર સાર્થક પગલા ઉઠાવ્યા છે. કરોડો ગરીબ પરિવારોના આશિર્વાદ તેમનું જનસમર્થન અમારા વિજયનું માધ્યમ બન્યું છે. તેમણે કહ્યુ છે કે આજે જ્યારે જનાદેશ આવ્યો તો એક્ઝિટ પોલથી પણ આગળ જનાદેશએ ભાજપને જીત અપાવી છે.
ભાજપના અધ્યક્ષ અમિત શાહે એસપી-બીએસપી ગઠબંધન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે યુપીની અંદર સપા-બસપા બંને એકઠા થયા, તો આખા દેશના મીડિયાનું કહેવું હતું કે યુપીમાં શું થશે ? આ પ્રચંડ વિજય દર્શાવે છે કે આગામી દિવસોમાં પરિવારવાદી પાર્ટીઓનું કોઈ મહત્વ રહેવાનું નથી.
અમિત શાહે કહ્યુ છે કે એક તરફ જનતાએ મોદીના નેતૃત્વમાં ભાજપને જીતાડયું છે. બીજી તરફ કોંગ્રેસને કારમી હાર ખાવી પડી છે. દેશના 17 રાજ્યોમાં કોંગ્રેસને મોટું મીડું મળ્યુ છે.
અમિત શાહે કહ્યુ હતુ કે મે દેશના કાર્યકર્તાઓને કહ્યું હતું કે આપણે 50 ટકાની લડાઈ લડવા માટે ચૂંટણી મેદાનમાં છીએ. આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે દેશના 17 રાજ્યોમાં જનતાએ 50 ટકાથી વધારે વોટોનો આશિર્વાદ ભાજપને આપ્યો છે.
અમિત શાહે કહ્યુ છે કે મોદીજીના માર્ગદર્શનથી પાર્ટીએ પોતાનો જનાધાર વધાર્યો છે. મોદીજીનો પાંચ વર્ષનો આગામી કાર્યકાળ, વિસ્તારનો કાર્યકાળ બનવાનો છે.
અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે જો તેઓ મહેનત કરત તો ઘણાં રાજ્યોમાં તેમનું ખાતું ખુલી જાત. તેના સિવાય તેમણે ક્હ્યુ છે કે આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડી અને ઓડિશામાં મુખ્યપ્રધાન નવીન પટનાયકને તેમની જીત બદલ અભિનંદન આપું છું.
અમિત શાહે કહ્યુ છે કે આગામી દિવસોમાં બંગાળ પર ભાજપનું વર્ચસ્વ હશે. બંગાળમાં અમે 18 બેઠકો જીતી છે. તેમણે પોતાના ભાષણાં બંગાલમાં જીવ ગુમાવનારા ભાજપના 80 કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યુ છે કે આ રાજ્યોમાં કાર્યકર્તાઓએ જીવ આપીને પાર્ટીને મજબૂત કરી છે. અમિત શાહે પોતના ભાષણમાં બંગાળની અંદર, બંગાળની અંદર, બંગાળની અંદર ભારતમાતા કી જય કહેતા પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું.
અમિત શાહે કહ્યુ છે કે બંગાળમાં જુલ્મ અને અત્યાચારની હાર થઈ છે. દેશમાં ટુકડે-ટુકડે ગેંગની હાર થઈ છે. આજે દેશની જનતાએ મોદીજીની નીતિઓને મન ખોલીને આશિર્વાદ આપ્યા છે.