1. Home
  2. revoinews
  3. બળજબરીથી મુસ્લિમ બનાવવાની તાકાત તો અલ્લાહે પયગંબરને પણ આપી ન હતી: ઈમરાન ખાન
બળજબરીથી મુસ્લિમ બનાવવાની તાકાત તો અલ્લાહે પયગંબરને પણ આપી ન હતી: ઈમરાન ખાન

બળજબરીથી મુસ્લિમ બનાવવાની તાકાત તો અલ્લાહે પયગંબરને પણ આપી ન હતી: ઈમરાન ખાન

0
Social Share

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય લઘુમતી દિવસ પર આયોજીત એક સમારંભને સંબોધિત કરતા કહ્યુ હતુ કે બંદૂકની અણિ પર અથવા બળજબરીથી લગ્ન કરીને કોઈને મુસ્લિમ બનાવવું બિનઈસ્લામિક છે.

ઈમરાન ખાને કહ્યુ છે કે આ તાકાત તો અલ્લાહે પયગંબરને પણ આપી ન હતી કે કોઈને ઈમાનમાં લાવે. વડાપ્રધાન ઈમરાન ખાને ક્હ્યુ છે કે પયગંબરનું પણ કામ માત્ર પયગામ આપવાનું હતું અને ઈમાન તો અલ્લાહની નેમત છે.

ઈમરાન ખાને કહ્યુ છેકે આ તાકાત જ્યારે પયગંમબર સુદ્ધાંને અલ્લાહે આપી નથી, તો આપણે કોણ છીએ?

ઈમરાન ખાને કહ્યુ છે કે કુરાનની અંદર હુકમ છે કે દીનમાં કોઈપણ બળજબરી નથી. કોણ શું ઈમાન લઈને આવે છે, એ તો અલ્લાહની નેમત છે. અલ્લાહે તો સ્પષ્ટ કહ્યુ હતુ કે તમારું કામ પયગામ આપવાનું છે, બળજબરી કરવાનું નથી. ઈન્સાન ક્યાં ઈમાનમાં રહેશે તે તો અલ્લાહના હાથમાં છે. બંદૂકની અણિ પર કોઈનૈ તમે મુસ્લિમ બનાવો અથવા કોઈને મુસ્લિમ નહીં હોવાના કારણે મારો તે સંપૂર્ણપણે બિનઈસ્લામિક છે.

ઈમરાન ખાનનું કહેવું છે કે ઈસ્લામ અને કુરાનમાં કંઈપણ જબરદસ્તી નથી.

પાકિસ્તાનના વડાપ્રદાન ઈમરાન ખાને કહ્યુ હતુ કે ઈસ્લામના નામ પર કોઈને મારવા તો સંપૂર્ણપણે બિનઈસ્લામિક છે. તમારે પાયો યાદ રાખવાની જરૂર છે, કારણ કે અલ્લાહે પયગંબરને પણ આ અધિકાર આપ્યો નથી. અલ્લાહના પયગંબર પાસે આ અધિકાર ન હતો, તો તમે ક્યાંથી મેળવી લો છો.

ઈમરાન કાને કહ્યુ છે કે ઈસ્લામમાં અન્ય ધર્મોના ધર્મસ્થાનોની સુરક્ષાની પુરી વ્યવસ્થા કરવામાં આવી છે. તેની ઈજ્જત છે. આજે જે જબરદસ્તી કરે છે અને તેમને લાગે છે કે ઈસ્લામનું ભલું કરી દીધું છે. પરંતુ તેમને ઈસ્લામ સંદર્ભે જાણકારી નથી. આવા લોકો ન તો કુરાન જાણે છે અને ન તો સુન્નત જાણે છે.

ઈમરાન ખાનની આ વાતો પર સમારંભમાં હાજર લોકોએ ખૂબ તાળીઓ પાડી હતી. ઈમરાન ખાને કહ્યુ હતુ કે જ્યારે આપણે મદીનાની રિયાસની વાત કરીએ છીએ, તો આધુનિક રિયાસતની વાત કરીએ છીએ. મદીનાની રિયાસમાં એક ખલીફા પણ કાયદાની નીચે હતો. પાકિસ્તાન એટલા માટે બન્યું ન હતુ કે પહેલા અહીં એલીટ હિંદુ હતા અને તેમના સ્થાન હવે એલીટ મુસ્લિમોએ લઈ લીધા છે. મદીનાની રિયાસતમાં પણ લઘુમતીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો ન હતો.

ઈમરાન ખાને કહ્યુ કે હું નોર્વે અને ફિનલેન્ડ જેવા દેશોની સભ્યતા અને સમાજને જોવું છું, તો 1400 વર્ષ પહેલા મદીનાની ન્યાયપ્રિય વ્યવસ્થાની યાદ અપાવે છે. ઈસ્લામમાં અન્ય ધર્મોના ધાર્મિક સ્થાનોની સુરક્ષાની વાત કયામત સુધી કહેવામાં આવી છે. આ આપણો આદર્શ છે. આખું આરબ ઈસ્લામની અંદર આવી ગયું, ત્યારે પણ કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નહીં.

ઈમરાન ખાને કહ્યુ કે મદીનાની રિયાસતમાં લઘુમતીઓને પુરો હક મળ્યો હતો. તેમનો સ્ટેટમાં ભાગ હતો. આ રિયાસત તાલીમ અને વિજ્ઞાનમાં આગળ હતી. આપણા દેશમાં રુલ ઓફ લૉ નથી. જ્યારે કાયદાનું રાજ નથી હોતું, તો મોટી કોમ પહેલા તબાહ થાય છે. જે વધારે જુલ્મ કરી રહ્યા છે,  તેમને વિશેષાધિકાર મળેલા છે. માત્ર અહીં લઘુમતીઓને જ હક મળ્યા નથી, પણ ગરીબોને પણ હક મળ્યા નથી.

ઈમરાન ખાને કહ્યુ છેકે આપણી જંગ હકની છે. લઘુમતીઓ સાથે ગરીબો માટે હકની જંગ લડવાની છે. આપણે આધુનિક પાકિસ્તાન બનાવવાનું છે. ઈસ્લામિક રાજ્યમાં પણ તમામ વ્યક્તિઓ સાથે સમાન વ્યવહાર થાય છે. ઈસ્લામ કોઈને ભેદભાવની મંજૂરી આફતો નથી. કબાયલી વિસ્તારના લોકો શું પાકિસ્તાન માટે લડશે, જ્યારે તેમને તેમના હક જ મળતા નથી. તેવી રીતે લઘુમતીઓની સુરક્ષાની જવાબદારી આપણી છે. આપણે પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આમા થોડો સમય લાગશે. મદીનાની રિયાત બનવામાં પણ સમય લાગ્યો હતો.

ઈમરાન ખાને કહ્યુ છે કે જો હિંદુ, શીખ અને ખ્રિસ્તી એ કહેવાનું શરૂ કરી દેશે કે આ પાકિસ્તાન તેમનું છે, તો આ મુલ્ક વધુ મજબૂત થશે. મને તો અંદાજ જ ન હતો કે કરતારપુર શીખો માટે મદીના છે. મે વિચાર્યું કે મુસ્લિમો માટે મક્કા અને મદીના આટલા મહત્વના છે, તો શીખો માટે પણ તો આમ જ છે. આપણે કરતારપુરમાં શીખો માટે પુરી વ્યવસ્થા કરીશું. અમે હિંદુઓને કહેવા ઈચ્છીએ છીએ કે જે પણ અમે કરી શકીએ છીએ, તેના હિસાબથી તમારા ધર્મની સુરક્ષા કરીશું. અમે સુન્નત પર ચાલીને આ બધું કરીશું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code