હાલ ચોમાસાની સિઝન શરુ છે ત્યારે પહાડી રાજ્યોમાં કુદરતનો કહેર વરસી રહ્યો છે,દેશભરના પહાડી અને ઉત્તરના રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે,હવામાન વિભાગે સોમવારના રોજ હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહીતના 10 રાજ્યોને વરસાદની ચેતવણી આપી છે, ત્યારે હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રવિવારના રોજ ભારે ભૂસ્ખલ થવાની ઘટનાઓ સામે આવી હતી,આ ઘટનામાં 24 લોકોના મોત થયા હતા જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા, તો બીજી બાજુ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં પણ વાદળ ફાટ્યું હતું જેને લઈને વરસાદનો કહેર વરસ્યો હતો જેમાં 17 લોકો મોતને ભેટ્યા હતા.ત્યારે હેલિકોપ્ટર દ્રારા બચાવગીરી શરુ કરવામાં આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારના રોજ હિમાચલ પ્રદેશ,પૂર્વ મધ્ય પ્રદેશ,છત્તીશગઢ,બિહાર,ઝારખંડ, ઓડીશા,પશ્વિમ બંગાળ,તામિલનાડુ અને પુડ્ડુચેરીમા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તરકાશીમાં શનિવારના રોજ આભ ફાટ્યૂ હતુ, જેમાં કેટલાક મકાનો ધરાશય થયા હતા,ત્યારે સોમવારના રોજ ડિઝાસ્ટર મેનેજમ્ન્ટ વિભાગના પ્રભારી એસએ મુરુગેશને જણાવ્યું હતુ કે ઉત્તરકાશીના મોરી તહસીલમાં આભ ફાટવાની ઘટનામાં 17 લોકોના મોત થયા હતા,સેનાના બે હેલિકોપ્ટર ઉત્તરકાશીમાં બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યા હતા, મોરી વિસ્તારમાંથી બે લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો,ત્યારે બીજી બાજુ બદરીનાથ હાઈવે પર અલગ
અલગ પાંચ જગ્યાઓ પર ભુસ્ખલન થવાની ઘટનામાં 800 યાત્રાળુંઓ ફસાયા છે, ભારે વરસાદના અલર્ટના કારણે ઉત્તરકાશી અને ઉત્તમ સિંહનગર જીલ્લામાં સોમવારના રોજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
રાજ્યના કુલ 12 જીલ્લાઓમાંથી 11 જીલ્લા ભારી વરસાદની ઝપેટમાં છે, ભૂસ્ખલન અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી પ્રદેશના 9 નેશનલ હાઈવે સહીત 877 રસ્તાઓ બંધ થયા છે,રાજ્યમાં રવિવારના દિવસે 102.5 મિમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ એક દિવસમાં સરેરાશ વરસાદ કરતા 1065% વધુ રહ્યો હતો, રવિવારના રોજ શિમલામાં સતલજ નદી ઉપરનો પુલ પણ ધોવાઈ ગયો હતો.
હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. દિલ્હીમાં નદી ભયના સંકેતથી 204.70 મીટર ઉપર વહી રહી છે. કેજરીવાલ સરકારે સંવેદનશીલ સ્થળોએ નાગરિક સંરક્ષણના જવાનો તૈનાત કર્યા છે.સાથે સાથે યમુના નદીને અડીને આવેલા રાજધાનીના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવી રહ્યા છે. આ વાતને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક તાત્કાલીક બેઠક યોજીહતી.
ત્યારે પૂર્વ મધ્ય પ્રદેશમાં વરસાદી જોર
પૂરજોશમાં છે, રવિવારના રોજ ભોપાલ અને ઈન્દોર સહીત 12 શહેરોમાં વરસાદનું જોર યથાવત
રહ્યું હતું, વરિષ્ટ હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.કે.શૂક્લાએ જણાવ્યું હતુ કે સેંન્ટ્રલ
વેસ્ટ બંગાળ ને ઝારખંડના વિસ્તારો લૉ પ્રશર એરીયા બન્યા છે,જેના કરાણે 20 ઓગસ્ટે
વરસાદમાં વધારો થઈ શકે છે.