અરે વાહ! સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, અહીં જાણો નવીનતમ કિંમત શું છે?
- સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો
- સોનું ફરી 50,000 ના સ્તરે પહોંચ્યું
- ચાંદીમાં રૂ .4000 ના ઘટાડા સાથે કારોબાર શરૂ
દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મ તથા જન્માષ્ટમીનો માહોલ છે..તેથી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. છેલ્લા ઘણા દિવસોથી રેકોર્ડ નોંધાયેલા સોનામાં છેલ્લા ચાર દિવસમાં 6000 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો હતો.
આજે ઘરેલું બજારોમાં સોનાના ભાવ રૂ .1500 ઘટયા છે..થોડા દિવસો પહેલા સોનું રૂ .56000 ની ટોચ પર પહોંચ્યું હતું, પરંતુ આજના ઘટાડા પછી ફરી એકવાર તે 10 ગ્રામ દીઠ રૂપિયા 50,000 ની સપાટી પર આવી ગયો છે.
ગઈકાલે સોનામાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે પણ અઢી ટકા સોનું તૂટી ગયું છે. આજે ચાંદીમાં પણ રૂ .4000 ના ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો. જેના કારણે ભાવ કિલો દીઠ 63,000 ની નીચે આવી ગયા. આ પહેલા ચાંદીનો રેકોર્ડ 76,000 ની સપાટીએ પહોંચી ગયો હતો. મંગળવારે ચાંદી 12 ટકા તૂટી હતી.
_Devanshi