તાલિબાનોનું ડેલિગેશન મોસ્કોની મુલાકાતે
મોસ્કોમાં જમીર કાબુલોવ સાથે કરી મુલાકાત
તાલિબાનોનું એક ડેલિગેશને અફઘાન શાંતિ પ્રક્રિયા પર તાજેતરની પ્રગતિ મામલે અફઘાનિસ્તાનમાં રશિયાના વિશેષ રાજદૂત જમીર કાબુલોવ સાથે મોસ્કોમાં ચર્ચા કરી છે.
ન્યૂઝ એજન્સી તાસે રશિયામાં પ્રતિબંધિત તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સોહૈલ શાહીનને ટાંકીને કહ્યુ છે કે પ્રતિનિધિમંડળ મોસ્કોમાં છે. અમે અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયાની તાજેતરની પ્રગતી પર ચર્ચા કરવા માટે અફઘાનિસ્તાન માટે રશિયાના વિશેષ પ્રતિનિધિ ઝેડ. કાબુલોવ સાથે પહેલા જ મુલાકાત કરી ચુક્યા છે.
રશિયાના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ શુક્રવારે તાસને જણાવ્યુ છે કે રશિયાનું માનવું છે કે તાલિબાન અને અમેરિકા વચ્ચે વાતચીત બહાલ થવી જોઈએ. મોસ્કોમાં વાતચીત દરમિયાન તાલિબાનના ડેલિગેશને કહ્યુ છે કે તે વોશિંગ્ટન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
તાલિબાનના પ્રવક્તાનું કહેવું છે કે રશિયન પક્ષે અમેરિકા અને તાલિબાન વચ્ચે વાટાઘાટોની બહાલીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તાલિબાને આના જવાબમાં પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ વોશિંગ્ટન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
આ નિવેદન રશિયાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ દ્વારા તાલિબાનો સાથે વાતચીત રદ્દ કરવાની ઘોષણા બાદ આવ્યું છે.