Site icon Revoi.in

શિવસેનાનું હિંદુત્વ ભાજપના હિંદુત્વથી અલગ: આદિત્ય ઠાકરે

Social Share

મુંબઈ: યુવા સેનાના પ્રમુખ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કહ્યુ છે કે હિંદુત્વ શિવસેનાની વિચારધારાઓમાંથી એક છે. પરંતુ તે ભાજપના હિંદુત્વથી અલગ છે. સ્ટૂડન્ટ-એક્ટિવિસ્ટ ગુરમેહર કૌર દ્વારા લખવામાં આવેલા પુસ્તક ધ યંગ એન્ડ ધ રેસ્ટલેસ, ઓમર અબ્દુલ્લા, સચિન પાયલટ, આદિત્ય ઠાકરે અને શેહલા રાશિદ સહીત દેશના યુવા નેતાઓની મુલાકાતોની એક શ્રૃંખલા છે.

આદિત્ય ઠાકરેએ પુસ્તકમાં કહ્યુ છે કે સામાન્ય રીતે શિવસેના જેવી પાર્ટીને દક્ષિણપંથી માનવામાં આવે છે, એટલા માટે કારણ કે અમે હિંદુત્વને માનીએ છીએ અને તે અમારી વિચારધારાઓમાંથી એક છે. પરંતુ તે ભાજપનું હિંદુત્વ નથી. તેનાથી અલગ છે. તેમણે કહ્યુ છે કે અમારી વિચારધારા મધ્યમાર્ગી હિંદુત્વની છે. પરંતુ આ દક્ષિણપંથી મધ્યમાર્ગી છે. તેમમે કહ્યુ છે કે અમે વ્યવહારીક છીએ અને રાત્રિના સમયે ફરવાની આઝાદી, ઈલેક્ટ્રિક બસો અને પ્લાસ્ટિક પ્રદૂષણ જેવી બાબતો સંદર્ભે વાત કરી રહ્યા છીએ. તમે જાણો છો, અમે કંઈક અલગ પ્રકારની વાત કરી રહ્યા છીએ.

યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેએ કહ્યુ છે કે તેઓ મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધના તરફદાર રહ્યા છે અને લોકો મુંબઈમાં રાત્રે આઝાદીથી ફરી શકે તેની કોશિશ કરી રહ્યા છે. શિવસેના અને ભાજપ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આદિત્ય ઠાકરેએ પુસ્તકમાં ઘણાં એવા મુદ્દાઓ પર શિવસેનાનો અભિપ્રાય રજૂ કર્યો છે જે ભાજપથી અલગ છે, તેમાં ભીડ દ્વારા હત્યા અને લોકોને રાષ્ટ્રવિરોધી કહેવાના મુદ્દા પણ સામેલ છે.

તેમણે કહ્યુ છે કે ઉદાહરણ તરીકે કહું, અમે ભીડ દ્વારા હત્યાની વિરુદ્ધ બોલીએ છીએ. અમારું હિંદુત્વ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે અને તેમા એ પણ છે કે જો તમે સરકારની વિરુદ્ધ બોલો છો તો તમે રાષ્ટ્રવિરોધી નથી.

આદિત્ય ઠાકરેએ પુસ્તકમાં જણાવ્યુ છે કે તમને સરકારને સવાલ કરવાનો અધિકાર છે અને દરેક બાબતને લઈને આમ કરતા રહેવું જોઈએ. ધર્મની રાજનીતિ અને હિંદુત્વને કોઈપણ પ્રકારના ખતરા સંદર્ભે પુછવામાં આવતા તેમણે કહ્યુ છે કે જેવું કે ભાજપ દરેક ચૂંટણી પહેલા દાવો કરે છે, તેના પર મારો સીધો જવાબ છે કે મને લાગતું નથી કે સરકારે ધર્મની ચિંતા કરવી જોઈએ.