કાશ્મીરમાંથી પંડિતોના વિસ્થાપન બાદ 15 વર્ષ સત્તામાં રહેલી કોંગ્રેસનો સરકારને સવાલ, કાશ્મીરી પંડિતોને ક્યારે પાછા લાવશો?
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જમ્મુ-કાશ્મીરમાંથી વિસ્થાપિત કાશ્મીરી પંડિતોના મુદ્દા પર ગૃહ પ્રધાન અમિત શાહને સવાલ પુછયો છે. તેમણે અમિત શાહને સવાલ કર્યો છે કે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો પર કેન્દ્ર સરકારની નીતિ શું છે, કાશ્મીરી પંડિતોને પાછા ક્યારે લાવવામાં આવી રહ્યા છે?
અધીર રંજને લોકસભામાં કાશ્મીર સાથે જોડાયેલા અન્ય મુદ્દા પર પણ કેન્દ્ર સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. તેમમે કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિ પર પણ સવાલ કર્યા હતા.
તેમણે અમિત શાહને પુછયું હતું કે જ્યારથી તમે સત્તા સંભાળી છે, ત્યારથી જમ્મુ-કાશ્મીરમાંથી જવાનોની લાશો આવવાનું ઘટયું નથી. આજે શહીદોની સંખ્યા પહેલા કરતા વધી છે. તેવામાં તમારી કાશ્મીર નીતિ અમારાથી વધારે સફળ કેવી રીતે છે?
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગૃહ પ્રધાન અમિત શાહને એ પણ સવાલ કર્યો કે તમારી સરકાર દાઉદને ક્યારે પકડીને પાછો લાવી રહી છે. જો કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ અધીર રંજન ચૌધરીને ટોક્યા અને તેમને બેસવાનું કહી દીધું. પરંતુ ગૃહ પ્રધાને પણ અધીર રંજનના સવાલોનો જવાબ આપ્યો નથી.
મહત્વપૂર્ણ છે કે કાશ્મીરી પંડિતોને આજે પણ વિસ્થાપિતની જેમ જીવન જીવવું પડી રહ્યું છે. તેમણે 1989-90 દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ શરૂ થયા બાદ તેમને મજબૂરીમાં વિસ્થાપિત થવું પડયું હતું. આતંકવાદીઓના નિશાના પર સૌથી વધુ કાશ્મીરી પંડિત જ રહ્યા હતા. ડરના કારણે અંદાજે ત્રણ લાખ કાશ્મીરી પંડિતો કાશ્મીર ખીણમાંથી વિસ્થાપિત થયા હતા. પોતાના રાજ્યમાંથી વિસ્થાપિત કાશ્મીરી પંડિત દેશના અન્ય હિસ્સામાં વસેલા છે.
ભાજપે 2014ના ઘોષણાપત્રમાં તેમની સુરક્ષિત વાપસીનો વાયદો કર્યો હતો. પરંતુ આમ થઈ શક્યું નથી. સપ્ટેમ્બર-2017માં તત્કાલિન ગૃહ પ્રધાન રાજનાથસિંહે શ્રીનગરમાં એલાન કર્યું કે કાશ્મીરી પંડિતોના પુનર્વાસ માટે કાશ્મીર ખીણમાં છ હજાર ઘર બનાવવામાં આવશે. પરંતુ ત્રણ સ્થાનો પર બનનારા આવાસીય યોજના પર પ્રાદેશિક પક્ષો અને ભાગલાવાદીઓના વિરોધના સામનો કરવો પડે. કેન્દ્ર સરકાર ગત દશ વર્ષોમાં કાશ્મીરી પંડિતો માટે ત્રણ યોજનાઓ લઈને આવ્યા, જેમાં બે તો નરેન્દ્ર મોદી સરકારના સમયગાળાની છે. પરંતુ સ્થિતિ જેમની તેમ છે
કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યુ છે કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગૃહ પ્રધાન સવાલોના જવાબ આપવાના સ્થાને વાતો આમતે ફેરવવાની કોશિશ કરી રહ્યા છે. જો જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ સામાન્ય છે, તો રાષ્ટ્રપતિ શાસનની અવધિ કેમ વધારવાની માગણી ચાલી રહી છે. તેમણે કહ્યુ છે કે પીડીપી અને ભાજપ જમ્મુ-કાશ્મીરમાં ઘટેલા વોટ પ્રતિશત માટે જવાબદાર છે. વાતને ભટકાવવાથી જમ્મુ-કાશ્મીર તથા કાશ્મીરની પરિસ્થિતિ સામાન્ય થઈ જાય નહીં.